સાવરકર ના હોત તો 1857 સ્વતંત્રતા સંગ્રામ ઇતિહાસમાં ના હોત: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)એ અહીં ગુરૂવારે કહ્યું કે, ‘ભારતનો ખોટો ઇતિહાસ લખવા બદલ બ્રિટિશ ઇતિહાસકારો અને વામપંથિઓને મહેણા મારવા અને ગાળો આપવાનું બંધ કરો. આપણે આપણી મહેનતને ઇતિહાસ લેખન પર કેન્દ્રિત કરવી જોઇએ
વારાણસી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)એ અહીં ગુરૂવારે કહ્યું કે, ‘ભારતનો ખોટો ઇતિહાસ લખવા બદલ બ્રિટિશ ઇતિહાસકારો અને વામપંથિઓને મહેણા મારવા અને ગાળો આપવાનું બંધ કરો. આપણે આપણી મહેનતને ઇતિહાસ લેખન પર કેન્દ્રિત કરવી જોઇએ. બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય (બીએચયૂ)ના ભારત અધ્યયન કેન્દ્ર દ્વારા ‘ગુપ્તવંશના વીર: સ્કંદગુપ્ત વિક્રમાદિત્યના ઐતિહાસિક પુન: સ્મરણ તેમજ ભારત રાષ્ટ્રનું રાજકિય ભવિષ્ય’ વિષય પર આયોજિત આંતરરાષ્ટ્રીય સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે અમિત શાહે જણાવ્યું હતું કે, ક્યાં સુધી વામપંથિઓને ગાળો આપશો અને બ્રિટિશ ઇતિહાસકારોને દોષ આપશો? આપણે અંગ્રેજ, વામપંથી અને મુગલકાલીન ઇતિહાસકારોને દોષ આપવાનું બંધ કરી ઇતિહાસ લેખનમાં પોતાની મહેનત કરવાની દિશાને કેન્દ્રિત કરવી જોઇએ. હવે જરૂરીયાત છે કે, દેશના ગૌરવશાળી તે ઇતિહાસને સત્યના આધાર પર લખો, જેમની સાથે અન્યાય થયો, તેમને ન્યાય અપવો.
આ પણ વાંચો:- રંજન ગોગોઈ બાદ આ ન્યાયમૂર્તિ બનશે આગામી CJI, કાયદા મંત્રાલયને કરાઈ ભલામણ
તેમણે કહ્યું કે, ઇતિહાસના પુનર્લેખનની જવાબદારી દેશના વિદ્વાનો અને જનતાની છે. શું આપણા દેશના ઇતિહાસકાર 200 વ્યક્તિત્વ અને 25 સામ્રાજ્યોના ઇતિહાસનો ભાગ નથી બની શકતા? આપણે ક્યાં સુધી બીજાને મહેણા મારતા રહીશું? શાહે કહ્યું, 1857ની ક્રાંતિને વીર સાવરકરે પહેલા સ્વતંત્રતા સંગ્રામનું નામ ના આપ્યું હતો, તો આજે આપણે તેને વિપ્લવના નામથી ઓળખતા. સાવરકરના કારણે જ આ ક્રાંતિ ઇતિહાસનો ભાગ બની છે. નહીં તો આપણે અંગ્રેજો દ્વારા લખેલા ઇતિહાસને જ સત્ય માનતા.
આ પણ વાંચો:- સુપ્રીમ કોર્ટની મોટી કાર્યવાહી, આસામ NRC કોઓર્ડિનેટર પ્રતીક હજેલાને MP ટ્રાન્સફર કર્યાં
તેમણે કહ્યું કે, ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના ઇતિહાસમાં ખુબજ પ્રસિદ્ધિ મળી છે. પરંતુ સમ્રાત સ્કંદગુપ્તની સાથે ઇતિહાસમાં અન્યાય થયો છે. તેમના પરાક્રમની જેટલી પ્રશંસા થવી જોઇએ, એટલી કદાચ થઇ નથી. એટલા માટે કાલખંડમાં દેશમાં શાકુંતલમ, પંચતંત્ર જેવા તેમના ઉત્કૃષ્ટ સાહિત્યોની રચના થઇ હતી.
જુઓ Live TV:-