સુપ્રીમ કોર્ટની મોટી કાર્યવાહી, આસામ NRC કોઓર્ડિનેટર પ્રતીક હજેલાને MP ટ્રાન્સફર કર્યાં

સુપ્રીમ કોર્ટે મોટી કાર્યવાહી કરતા આસામ NRC કોઓર્ડિનેટર પ્રતીક હજેલાને ડેપ્યુટેશન પર મધ્ય પ્રદેશ ટ્રાન્સફર કરી દીધા છે.

સુપ્રીમ કોર્ટની મોટી કાર્યવાહી, આસામ NRC કોઓર્ડિનેટર પ્રતીક હજેલાને MP ટ્રાન્સફર કર્યાં

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મોટી કાર્યવાહી કરતા આસામ NRC કોઓર્ડિનેટર પ્રતીક હજેલાને ડેપ્યુટેશન પર મધ્ય પ્રદેશ ટ્રાન્સફર કરી દીધા છે. કોર્ટે સરકારને આ અંગે 7 દિવસમાં તેનુ નોટિફિકેશન બહાર પાડવાનું કહ્યું છે. કોર્ટે આ નિર્ણય પાછળ કોઈ કારણ નથી જણાવ્યું પરંતુ મનાય છે કે હજેલાના ટ્રાન્સફરનું કારણ સુરક્ષા હોઈ શકે છે. કોર્ટ આ મામલે આગામી સુનાવણી 26 નવેમ્બરે કરશે. 

Image result for PRATEEK HAJELA ZEE NEWS

(પ્રતીક હજેલા-ફાઈલ ફોટો)

આ સાથે જ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ જસ્ટિસ એસએ બોબડેને આગામી ચીફ જસ્ટિસ (CJI) બનાવવાની  ભલામણ કાયદા મંત્રાલયને મોકલી. CJIની નિયુક્તિનો અધિકૃત આદેશ રાષ્ટ્રપતિ ભવનથી થાય છે. 

જુઓ LIVE TV

જસ્ટિસ ગોગોઈ 17 નવેમ્બરના રોજ રિટાયર થઈ રહ્યા છે. જસ્ટિસ બોબડે 18 નવેમ્બરના રોજ CJI બનશે અને તેમનો કાર્યકાળ 23 એપ્રિલ 2021 સુધી રહેશે. 
(ઈનપુટ-સુમિત કુમારની સાથે)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news