ભુવનેશ્વર : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit shah) શુક્રવારે નાગરિકતા કાયદા (Citizenship Amendment Act) અંગે વિપક્ષ પર અફવા ફેલાવીને તોફાનો કરાવવાનો આરોપ લગાવ્યો હતો. શાહે કહ્યું કે, વિપક્ષે કાવત્રું રચીને અફવા ફેલાવી છે. ગૃહમંત્રીએ એકવાર ફરીથી કહ્યું કે, નાગરિકતા કાયદાથી કોઇ મુસ્લિમ કે લઘુમતીની નાગરિકા નહી જાય. શાહે ભુવનેશ્વરમાં પાર્ટી કાર્યકર્તાઓની રેલીમાં આ વાત કરી હતી. શાહે કહ્યું કે, નાગરિકતા કાયદા અંગે કોંગ્રસ, મમતા દીદી, સપા, બસપા આ તમામ લોકો વિરોધ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, લઘુમતી નાગરિકોનાં અધિકારો જતા રહેશે. પરંતુ આટલું અસત્ય ફેલાવવું શા માટે જોઇએ. નાગરિકતા કાયદાથી કોઇની નાગરિકતા નહી જાય. આ નાગરિકતા આપવાનો કાયદો છે, નાગરિકતા છીનવવાનો નહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરિયાણા: કેમિકલ ફેક્ટરીમાં બોઇલર ફાટવાને કારણે 4નાં મોત, 30થી વધારે લોકો ઘાયલ
શાહે કહ્યું કે, નાગરિકતા અમે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં પીડિત હિંદુઓને આપી રહ્યા છે. શું આ લોકોને નાગરિકતા ન આપવી જોઇએ ? શું આ લોકોને ઘર ન મળવું જોઇએ ? તેમનાં માનવાધિકારોનું શું? કોંગ્રેસ પાર્ટીનો દરેક નેતા 50નાં દશકમાં કહ્યું છે કે, અમે પીડિત નાગરિકોને નાગરિકતા આપીશું. નરેન્દ્રમોદીજી આવે, લાખો કરોડો લોકોને નાગરિકતાનો કાયદો પસાર કર્યો. 


ઇડરીયા ગઢમાંથી મળી આવ્યા શિલ્પ, જો કે આ મુર્તિઓ જોઇને સમગ્ર તંત્ર દોડતું થયું

શાહે કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકારે 70થી ફસાયેલા કેસ ઉકેલ્યો. કાશ્મીરમાંથી કલમ 370 હટાવી. આપણુ કાશ્મીર કે જે 70 વર્ષથી અલગ હતું તેને મોદી સરકારે ભારતનો મુકુટ બનાવી દીધો. કોંગ્રેસ પાર્ટીએ રામ મંદિર ન બનવા દીધું. મોદી સરકારે ટ્રસ્ટ બનાવીને રામ મંદિરનાં નિર્માણનો રસ્તો સાફ કર્યો.ઝડપથી અયોધ્યામાં ગગનચુંબી રામ મંદિર બનશે. 
ઉલ્લેખનીય છે કે, ભુવનેશ્વરમાં આજ પૂર્વી ક્ષેત્ર પરિષદની 24મી બેઠક થઇ જેની અધ્યક્ષતા ગૃહમંત્રી અમિત શાહે બેઠક કરી. બેઠકમાં બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ઓરિસ્સાનાં મુખ્યમંત્રી નવીન પટનાયક જોડાયા. પૂર્વ જોનલ કાઉન્સિલરનાં બિહાર, ઝારખંડ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ સભ્ય છે. દરમિયાન સીએમ પટનાયકે ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી મમતા બેનર્જી, નીતીશ કુમાર અને કેન્દ્રીયમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન માટે બપોરનું ભોજન રાખ્યું. જો કે આ બેઠકમાં ઝારખંડના મંત્રી હેમંત સોરેન હાજર નહોતા રહ્યા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube