અમિત શાહે PAK સાથે વાતચીત કરવાનો ઈન્કાર કર્યો, કહ્યું આતંકવાદને સહન નહીં કરીએ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ કે મોદી સરકાર આતંકવાદને સહન કરતી નથી અને તેનો સંપૂર્ણ સફાયો કરવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે અમે પાકિસ્તાન સામે કેમ વાત કરીએ?
શ્રીનગરઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બુધવારે એક રેલીને સંબોધિત કરતા કહ્યુ કે મોદી સરકાર જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદનો સફાયો કરશે અને તેને દેશની સૌથી શાંતિપૂર્ણ જગ્યા બનાવશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ પાકિસ્તાન સાથે કોઈ પ્રકારની વાતચીતનો ઇનકાર કરી દીધો. બારામૂલામાં એક રેલીને સંબોધિત કરતા શાહે પૂછ્યુ કે શું આતંકવાદથી કોઈને ફાયદો થયો છે? જમ્મુ-કાશ્મીરમાં 1990ના દાયકાથી અત્યાર સુધી 42,000 લોકોના જીવ ગયા છે.
તેમણે જમ્મુ-કાશ્મીરમાં કથિત રીતે વિકાસ ન થવા માટે અબ્દુલ્લા (નેસનલ કોન્ફરન્સ), મુફ્તી (પીડીપી) અને નેહરૂ ગાંધી (કોંગ્રેસ) ના પરિવારોને પણ જવાબદાર ઠેરવ્યાં છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો કહે છે કે અમારે પાકિસ્તાન સાથે વાત કરવી જોઈએ. અમે પાકિસ્તાન સાથે કેમ વાત કરીએ? અમે વાત નહીં કરીએ. અમે બારામૂલાના લોકો સાથે વાત કરીશું, અમે કાશ્મીરના લોકો સાથે વાત કરીશું.
અંબાણી પરિવારને મારી નાખવાની ધમકી, રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં આવ્યો કોલ
જમ્મુ-કાશ્મીરના નેતાઓ પર શાહના પ્રહાર
રેલીને સંબોધિત કરતા શાહે આગળ પૂછ્યું- અમે ત્રણ વર્ષોમાં તે નક્કી કર્યું છે કે કાશ્મીરના બધા ગામોમાં વીજળી કનેક્શન હોય. જમ્મુ-કાશ્મીરના રાજકીય પરિવારોનું નામ લેતા ગૃહમંત્રી શાહે આરોપ લગાવ્યો કે તેમના નિયમ કુશાસન, ભ્રષ્ટાચાર અને વિકાસની કમીથી ભરેલા હતા. તેમણે કહ્યું, મુફ્તી એન્ડ કંપની, અબ્દુલ્લા અને તેના બે પુત્રો અને કોંગ્રેસે જમ્મુ-કાશ્મીરના લોકોના કલ્યાણ માટે કંઈ કર્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube