અંબાણી પરિવારને મારી નાખવાની ધમકી, રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં આવ્યો કોલ

મુંબઈ પોલીસે જણાવ્યું કે સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના લેન્ડલાઇન નંબર પર હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી આપી અને અંબાણી પરિવારના કેટલાક સભ્યોના નામ લઈને ધમકી આપવામાં આવી છે. 
 

અંબાણી પરિવારને મારી નાખવાની ધમકી, રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં આવ્યો કોલ

મુંબઈઃ Mumbai Police Gets Call Threat: મુંબઈમાં આજે બપોરે 12 કલાક 57 મિનિટ પર તે સમયે હડકંચ મચી ગયો જ્યારે શહેરની એક હોસ્પિટલને ફોન કોલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી. મુંબઈ પોલીસે આપેલા નિવેદન પ્રમાણે મામલો સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ (Sir HN Foundation Hospital) સાથે જોડાયેલો છે. હોસ્પિટલના લેન્ડલાઇન પર અચાનક ફોન આવ્યો. કોલ કરનારે હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. 

પોલીસ પ્રમાણે કોલ અજાણ્યા નંબર પરથી આવ્યો હતો. ફોન કરનારે અંબાણી પરિવારના કેટલાક સભ્યોના નામ લઈને આ ધમકી આપી હતી. સૂત્રો પ્રમાણે કોલરે મુકેશ અંબાણી અને નીતા અંબાણીને પણ જાનથી મારવાની ધમકી આપી. પોલીસે કહ્યું કે આ ઘટનામાં ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે. પોલીસ પ્રમાણે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. 

— ANI (@ANI) October 5, 2022

આ પહેલા પણ રિલાયન્સ ફાઉન્ડેશનની આ હોસ્પિટલના લેન્ડ લાઇન પર કોલ આવ્યો હતો અને કોલરે અંબાણી પરિવારને ધમકી આપી હતી. આ મામલામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. 

હોટલ લીલાને બોમ્બથી ઉડાવી દેવાની મળી હતી ધમકી
ઓગસ્ટ મહિનામાં દેશની આર્થિક રાજધાની મુંબઈની જાણીતી લીલા હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલામાં 5 કરોડની માંગ કરનાર બે શંકાસ્પદોને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. આ મામલામાં હોટલમાં કોલ કરી પાંચ કરોડની માંગ કરવામાં આવી હતી. બાદમાં ત્રણ કરોડની માંગ કરવામાં આવી હતી. ફોન પર એક વ્યક્તિએ ધમકી આપી હતી કે બ્લાસ્ટે તે માટે હોટલ તંત્રને પાંચ કરોડ આપવાનું કહ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news