ગૃહ મંત્રી અમિત શાહે શેર કર્યો કરતારપુર કોરિડોરનો વીડિયો, કહ્યું મોદી સરકારનું ઐતિહાસિક પગલું
અમિત શાહે (Amit Shah) લખ્યું છે કે, `કરતારપુર સાહિબ કોરિડોર ખુલવાની સાથે આજે જ્યારે આપણે શ્રી ગુરુ નાનક દેવજીનું 550મું પ્રકાશ પર્વ ઉજવી રહ્યા છીએ. PM@narendramodiએ લાખો લોકોનાં સ્વપનને સાકાર કર્યું છે. ચાલો આપણે સૌ 9 તારીખે ઈતિહાસના સાક્ષી બનીએ, જ્યારે PM@narendramodi આ કોરિડોર રાષ્ટ્રને સમર્પિત કરશે.`
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં કરતારપુર કોરિડોરના(Kartarpur Corridor) ઉદઘાટન પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સાથે અમિત શાહે કરતારપુર કોરિડોરને મોદી સરકારની ઐતિહાસિક ઉપલબ્ધી ગણાવી છે. અમિત શાહે પોતાની ટ્વીટમાં લખ્યું છે કે, 'કરતારપુર સાહિબ કોરિડોર એક ઐતિહાસિક ઉપલબ્ધી છે, જે ભક્તોની પેઢીઓ યાદ રાખશે. આ આપણા સમૃદ્ધ વારસાને સંરક્ષિત રાખવાની અને શ્રી ગુરુ નાનક દેવજીના બોધપાઠને સાર્વભૌમિક બનાવવા પ્રત્યે મોદી સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.'
બીજી એક ટ્વીટમાં શાહે લખ્યું છે કે, "કરતારપુર સાહિબ કોરિડોર ખુલવાની સાથે આજે જ્યારે આપણે શ્રી ગુરુ નાનક દેવજીનું 550મું પ્રકાશ પર્વ ઉજવી રહ્યા છીએ. PM@narendramodiએ લાખો લોકોનાં સ્વપનને સાકાર કર્યું છે. ચાલો આપણે સૌ 9 તારીખે ઈતિહાસના સાક્ષી બનીએ, જ્યારે PM@narendramodi આ કોરિડોર રાષ્ટ્રને સમર્પિત કરશે."
આ સાથે જ કેન્દ્રીય ગૃહ મંત્રીએ એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં કરતારપુર સાહિબ કોરિડોરનું વિગતવાર વર્ણન છે. જુઓ વીડિયો....
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube