નવી દિલ્હીઃ રાજ્યસભામાં દિલ્હી હિંસા (Delhi Violence) પર આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જવાબ આપ્યો હતો. અમિત શાહે કહ્યું કે, દિલ્હીમાં હિંસા ફેલાવનારને પાતાળમાંથી પણ શોધી લેશું. મોદી સરકાર તોફાનોની નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક રીતે તપાસ કરી રહી છે. વિપક્ષ દ્વારા દિલ્હી હિંસાને લઈને પોલીસ પર સવાલ ઉઠાવવાનો જવાબ આપતા ગૃહ પ્રધાને કહ્યું, 'મારા પર આરોપ લગાવો પરંતુ દિલ્હી પોલીસ પર નહીં. 36 કલાકની અંદર પોલીસે હિંસા પર કાબુ મેળવી લીધો હતો. તોફાનોને 13 ટકા વિસ્તાર સુધી સીમિત રાખવા પોલીસની સફળતા છે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહે કહ્યું, 'દિલ્હી હિંસામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસૈનના ઘરેથી ઘણી વસ્તુ મળી છે. તોફાનો શાંત થયા બાદ આમ આદમી પાર્ટીએ સેના તૈનાત કરવાનું કહ્યું હતું. તોફાનો શાંત થયા બાદ સેના તૈનાત કઈ રીતે કરી શકીએ છીએ.'


ગૃહ પ્રધાને કહ્યું, દિલ્હીમાં લોકો નાગરિકતા કાયદો લાગુ થયા બાદ હિંસક પ્રદર્શન કરી રહ્યાં હતા. નાગરિકતા કાયદાથી કોઈની નાગરિકતા જશે નહીં. કોંગ્રેસ કહે છે કે સીએએ અલ્પસંખ્યકો વિરુદ્ધ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...