MP પ્રચારના અંતિમ દિવસે શાહને યાદ આવ્યા રામ, કહ્યું ત્યાં જ બને ભવ્ય મંદિર
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમ સોમવાર સાંજથી શાંત થઇ ચુક્યા છે, હવે માત્ર ડોર ટુ ડોર પ્રચાર થશે
ઇંદોર : મધ્યપ્રદેશમાં 28 નવેમ્બરે યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે સોમવારે સાંજે 5 વાગ્યાથી પ્રચાર અટકી ચુક્યો છે. ત્યાર બાદ વોટિંગ સુધી ઉમેદવારો માત્ર ડોર ટૂ ડોર મત માંગશે. ચૂંટણી પ્રચાર દરમિયાન આખરી દિવસે ભાજપ અધ્યક્ષ અમિત શાહ ઇંદોરમાં રોડ શો કરી રહ્યા હતા. રોડ શો દરમિયાન અમિત શાહે રામ મંદિર મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, અમારૂ માનવું છે કે ભવ્ય રામ મંદિરનું નિર્માણ અયોધ્યામાં તે જ સ્થળે થવું જોઇએ. તે અગાઉ તેમણે ધારા જિલ્લાના કુક્ષી ખાતે જનસભા સંબોધી હતી.
રામ મંદિર મુદ્દે VHPની ધર્મસભામાં નિર્ણય લેવામાં આવ્યો કે હાલ તેના માટે યોગ્ય સમયની રાહ જોવામાં આવવી જોઇએ. જો કે ધર્મસભાને સંબોધિત કરતા નિર્મોહી અખાડાના રામજીદાસે કહ્યું કે, રામ મંદિર નિર્માણની તારીખની જાહેરાત 2019ના કુળ દરમિયાન પ્રયાગરાજમાં કરવામાં આવશે.બીજી તરફ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, ભગવાન રામ હિંદુઓ માટે ખુબ જ મહત્વપુર્ણ છે. હિંદુઓમાં ધેર્ય છે, એટલા માટે રામ મંદિર નિર્માણ માટે 30 વર્ષનો સમય લાગી ગયો. સાથે જ તેમણે તેમ પણ કહ્યું કે, રામ મંદિર નિર્માણ માટે જનતા પર દબાણ કરવા અંગે જ સરકાર કાયદો લગાવશે.
મધ્યપ્રદેશની 230 વિધાનસભા સીટો પર 28 નવેમ્બરે મતદાન થશે, જ્યારે મતગણત્રી 11 ડિસેમ્બરે કરવામાં આવશે. પોતાનાં રોડ શોમાં આવેલા સેંકડો લોકોને જોઇને અમિત શાહે કહ્યું કે, આના પરથી સ્પષ્ટ વ્યક્ત થાય છે કે, મધ્યપ્રદેશમાં ફરીથી ભાજપ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે. મધ્યપ્રદેશનાં લોકો કોઇ અન્ય બાબત અને જાતીવાતમાં પડ્યા વગર માત્ર વિકાસનાં નિશાન કમળને જ પસંદ કરશે.