નવી દિલ્હી: ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)એ ભડકાઉ નિવેદનબાજી કરનાર જેએનયૂના વિદ્યાર્થી શરજિલ ઇમામ (Sharjeel Imam)ના મુદ્દે ફરી એકવાર આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ  (Arvind Kejriwal) પર હુમલો કર્યો છે. તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે બુધવારે નફજગઢ, નવી દિલ્હી અને બિઝવાનમાં આયોજિત સભાઓમાં આ મુદ્દે કેજરીવાલની ઘેરાબંધી કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહે કહ્યું '10 દિવસથી પૂછી રહ્યો છું કે અમે જેમને જેલમાં નાખ્યા હતા, કેજરીવાલ તેમના પર ચાર્જશીટ ફાઇલ કરવાની પરમિશન આપીશું કે નહી? કેજરીવાલે ટ્વિટ કર્યું હતું કે અમિત ભાઇ તમે ગૃહ મંત્રી છો, શરજીલને પકડો. અમે પકડી લીધો હવે તમને કહો કે ચાર્જશીટની પરમીશન આપશો કે નહી.?


અમિત શાહે કહ્યું કે દિલ્હીના મતદારો વોટ આપતી વખતે દિલ્હી તરફથી પોતાની સુવિધાનું વિચારે, જે ભારતીય જનતા પાર્ટી પુરી કરી શકે છે. તેમણે કહ્યું કે સુરક્ષા તો ફક્ત અને ફક્ત ભારતીય જનતા પાર્ટી જ આપી શકે છે. 


વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યા બાદ દેશદ્બોહના આરોપમાં ધરપકડ કરાયેલા શરજીલ ઇમામ પર દિલ્હી પોલીસ ક્રાઇમ શાખાનો શકંજો કસાતો જાય છે. બિહારથી દિલ્હી પકડીને લાવવામાં આવેલો શરજીલ ઇમામને બુધવારે દિલ્હી પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. પટિયાલા હાઉસ કોર્ટના મુખ્યા ન્યાયાધીશ દંડાધિકારી (સીએમએમ) પુરૂષોત્તમ પાઠકે આરોપીને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા. 


જોકે બિહારથી શરજીલને દબોચી લેનાર દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાંચની એસઆઇટી વધુ દિવસના પોલીસ રિમાન્ડ ઇચ્છે છે. બુધવારે બપોરે શરજીલ જેવો જ દિલ્હી પહોંચ્યો, તેનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ સાંજે લગભગ છ વાગે આરોપીને સીએમએમની સામે રજૂ કરવામાં આવ્યો. સીએમએમએ કેસની ગંભીરતાને જોતાં શરજીલ ઇમામને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મુકવામાં આવ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube