નવી દિલ્હી: ભાજપ અધ્યક્ષ બાદ હવે કેબિનેટ મંત્રી તરીકે અમિત શાહએ ગુરૂવારે કહ્યું કે, તેઓ દેશ સેવામાં તેમનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પર વિશ્વાસ કર્યો છે તેના બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. અમિત શાહ પહેલી વખત મંત્રી તરીકે કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- શપથ લીધા બાદ પીએમ મોદીની પહેલી ટ્વિટ, આપ્યો મહત્વનો સંદેશ


વડાપ્રધાન મોદીની શપથને બીજી વખત ‘ઐતિહાસિક’ ગણાવીને, શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે દેશને તેમના સક્ષમ નેતૃત્વમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખશે. તેમણે એક ટ્વિટમાં કહ્યું, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી મારી પર વિશ્વાસ કરવા બદલ આભાર. તમારા નેતૃત્વ અને સતત સમર્થન પ્રેરણાનો એક મહાન સ્રોત છે. હું તમને વિશ્વાસ અપાવું છું કે, આપણા દેશ અને લોકોની સેવા માટે હું મારૂ સર્વશ્રેષ્ઠ યોગદાન આપીશ.’


વધુમાં વાંચો:- જાણો શા માટે ચૂંટણી હાર્યા છતા પણ મોદી કેબિનેટમાં સામેલ થયા હરદીપ સિંહ પૂરી


ભાજપ અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી અમિત શાહએ કહ્યું, ‘સમગ્ર ભારત માટે ઐતિહાસિક ક્ષણ. શ્રી નરેન્દ્ર મોદીજી સતત બીજીવાર ભારતના વડાપ્રધાન બનવવા પર શુભકામનાઓ. હું નિશ્ચિંત છું કે, ભારત તમારા સક્ષમ નેતૃત્વમાં નવી ઊંચાઇઓ હાંસલ કરશે.’ તેમણે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં ભારતે પ્રત્યેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે. શાહએ અન્ય 57 મંત્રીઓની સાથે ગુરૂવારે પદ તેમજ ગોપનિયતાના શપથ લીધા.


વધુમાં વાંચો:- આ નેતા શપથની પહેલી લાઈન જ ભૂલી ગયા... જાણો રાષ્ટ્રપતિ કોવિંદે શું કહ્યું?


વડાપ્રધાનના ઉપરાંત 57 સભ્યોએ પદ અને ગોપનિયતાના શપથ લીધા છે. જેમાં 24 કેબિનેટ મંત્રી સામેલ છે. 9 સ્વતંત્ર ચાર્જવાળા રાજ્યમંત્રી છે. ત્યારે 24 રાજ્યમંત્રીઓને પદ અને ગોપનિયતાના શપથ લીધા છે. સંભવ છે કે, શુક્રવારે મંત્રીઓના વિભાગોની વહેંચણી થઇ જશે. રાજનાથ સિંહ મોદી મંત્રીમંડળમાં બીજા નંબર પર રહેશે. ત્યારે ગૃહ મંત્રી બનશે કે નહીં તે હજુ નક્કી નથી. બીજા વિભાગ નાણા મંત્રાલયથી જોડાયેલા છે. નાણા મંત્રાલયની જવાબદારી કોને મળશે. તેના પર અત્યારે દુવિધા છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...