CAA Protest: દિલ્હીમાં અશાંતિ માટે કોંગ્રેસના નેતૃત્વમાં ટુકડે-ટુકડે ગેંગ જવાબદાર- અમિત શાહ
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં દિલ્હીમાં થયેલી હિંસક ઘટનાઓને લઈને ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસના નેતૃત્વમાં ટુકડે ટુકડે ગેંગ દિલ્હીની અશાંતિ માટે જવાબદાર છે.
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) ના વિરોધમાં દિલ્હીમાં થયેલી હિંસક ઘટનાઓને લઈને ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) મોટું નિવેદન આપ્યું છે. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ (Congress) ના નેતૃત્વમાં ટુકડે ટુકડે ગેંગ દિલ્હીની અશાંતિ માટે જવાબદાર છે.
અમિત શાહે કહ્યું કે 'કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં ટુકડે ટુકડે ગેંગ જે દિલ્હીની અશાંતિ માટે જવાબદાર છે તેમને દંડિત કરવાનો સમય આવી ગયો છે. દિલ્હીની જનતાએ તેમને દંડ કરવો જોઈએ.' ગૃહમંત્રીએ દાવો કર્યો કે નાગરિકતા સંશોધન કાયદા પર વિપક્ષે દિલ્હીની જનતાને ભ્રમિત કરીને દિલ્હીની શાંતિ ભંગ કરી છે.
ડિટેન્શન સેન્ટરને લઈને ઘમાસાણ, રાહુલ ગાંધીએ કહ્યું- 'RSSના PM ભારતમાતાને ખોટું બોલે છે'
અમિત શાહે કહ્યું કે 'નાગરિકતા સંશોધન બિલ પર સંસદની અંદર ચર્ચા થઈ, કોઈ કશું બોલવા તૈયાર નહતું. આજુ બાજુની વાતો કરતા હતાં. બહાર નીકળતા જ તેમણે ભ્રમ ફેલાવવાનું શરૂ કર્યું અને દિલ્હીને અશાંત કર્યું.' અત્રે જણાવવાનું કે દિલ્હીમાં સીએએના વિરોધમાં અનેક જગ્યાઓ પર હિંસા થઈ. જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી, સીલમપુર, અને દિલ્હી ગેટ પર હિંસા ભડકી હતી.
જુઓ LIVE TV
CAA વિરોધ: યુનિવર્સિટી કેમ્પસમાં હિંસક પ્રદર્શનો પર બોલ્યા આર્મી ચીફ- 'આ લીડરશીપ નથી'
અમિત શાહે કહ્યું કે 'હું આજે તમને બધાને સૌથી મોટો રોડો કયો છે તે જણાવવા માંગુ છું. મોદીજી, હરદીપજી ઝડપથી કામ કરવા માંગે છે, પરંતુ આ આપ સરકાર સૌથી મોટો રોડો છે. કેજરીવાલ સરકાર દરેક વિકાસના કામમાં અડિંગો લગાવે છે.'
CAA: UPમાં જાહેર સંપત્તિઓને નુકસાન પહોંચાડનારાઓનું આવી બન્યું, વસૂલાત માટે નોટિસ ફટકારાઈ
અમિત શાહે કહ્યું કે કેજરીવાલજીને મુખ્યમંત્રી બન્યે લગભગ 60 મહિના થવા આવ્યાં, આ અગાઉ આ તમામ વચનો પૂરા કરાયા નહીં. હજુ પણ આ વચનો પૂરા થવાના નથી, ફક્ત જાહેરાતો આપીને આ લોકોને ભ્રમિત કરી રહ્યાં છે. તેમણે જીવનમાં ફક્ત વિરોધ કરવા અને ધરણા ધરવાનું કામ કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....