મુંબઈ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક ચૂંટણી સભામાં કોંગ્રેસ પર કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો આરોપ લગાવ્યો છે. અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધીએ કાશ્મીર મુદ્દા પર પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવું જોઈએ. અમિત શાહે કહ્યું કે ગઈ કાલે એક ફોટો આવ્યો જેમાં કમલ ધાલીવાલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના ઓવરસીઝ અધ્યક્ષ અને રાહુલ ગાંધીના નીકટ ગણાય છે તેમણે લેબર પાર્ટી સાથે ફોટો પડાવ્યો અને તેમને જણાવ્યું કે કાશ્મીરમાં સ્થિતિ ઠીક નથી. કાશ્મીર આપણો આંતરિક મુદ્દો છે પરંતુ કોંગ્રેસ તેનું આંતરરાષ્ટ્રીયકરણ કરી રહી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી તમે સ્પષ્ટ કરો કે કાશ્મીર મામલે તમારું સ્ટેન્ડ શું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

EXCLUSIVE: બરાબર મોદી-જિનપિંગની મુલાકાત વખતે જ પાકિસ્તાન કરશે મોટું મિસાઈલ પરીક્ષણ


અમિત શાહે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અને NCP પોતાના વોટ બેંકની રાજનીતિ માટે કલમ 370 હટાવવાનો વિરોધ કરી રહી છે. તેમણે કહ્યું કે 70 વર્ષથી આતંકવાદના કારણે કાશ્મીરમાં 40 હજારથી વધુ લોકો માર્યા ગયા પરંતુ કોંગ્રેસ અને એનસીપી પોતાની વોટબેંક રાજનીતિ માટે 370ને હટાવવાનો વિરોધ કરતા રહ્યાં. પરંતુ ભાજપ માટે દેશની સુરક્ષા અમારી સરકારોથી વધુ મહત્વપૂર્ણ છે, આથી અમે 370 હટાવી. 


જુઓ LIVE TV


પીએમ મોદી અને શી જિનપિંગની મુલાકાત માટે મહાબલીપુરમની જ પસંદગી કેમ કરાઈ? રસપ્રદ છે કારણ 


કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે કોંગ્રેસી કહે છે કે 370 હટાવવાથી મહારાષ્ટ્રવાળાને શું મતલબ? હું અહીંની જનતાને પૂછવા માંગુ છું કે કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ બને એ તમે ઈચ્છો છો કે નહીં? માત્ર મહારાષ્ટ્ર જ નહીં પરંતુ દેશની સમગ્ર જનતા ઈચ્છે છે કે કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ બની રહે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...