પીએમ મોદી અને શી જિનપિંગની મુલાકાત માટે મહાબલીપુરમની જ પસંદગી કેમ કરાઈ? રસપ્રદ છે કારણ 

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)નું વિમાન આજે નવી દિલ્હીની જગ્યાએ દક્ષિણ ભારત (South India)માં ઉતરશે. બપોરે 2.10 વાગે ચેન્નાઈ એરપોર્ટ પર ઉતરણ કર્યા બાદ જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ઐતિહાસિક મુલાકાત તામિલનાડુના મહાબલીપુરમમાં થશે. 

પીએમ મોદી અને શી જિનપિંગની મુલાકાત માટે મહાબલીપુરમની જ પસંદગી કેમ કરાઈ? રસપ્રદ છે કારણ 

નવી દિલ્હી: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)નું વિમાન આજે નવી દિલ્હીની જગ્યાએ દક્ષિણ ભારત (South India)માં ઉતરશે. બપોરે 2.10 વાગે ચેન્નાઈ એરપોર્ટ પર ઉતરણ કર્યા બાદ જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ઐતિહાસિક મુલાકાત તામિલનાડુના મહાબલીપુરમમાં થશે. સમુદ્ર કિનારે વસેલા આ અત્યંત પ્રાચીન શહેરમાં બંને રાષ્ટ્રાધ્યક્ષોનું મળવું એ કૂટનીતિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ ઘણું મહત્વનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે જિનપિંગને સીધા મહાબલીપુરમ લઈ જવા તેની પાછળનું કારણ પણ છે. આ કારણ છે આ જગ્યાનું ચીન સાથે પૌરાણિક કનેક્શન અને મહત્વ.

મુલાકાત માટે મહાબલીપુરમની પસંદગી જ કેમ થઈ?
હકીકતમાં બધા એ જાણવા માંગે છે કે ચીની રાષ્ટ્રપતિ અને પીએમ મોદીની ભારતમાં મુલાકાત માટે મહાબલીપુરમની જ પસંદગી કેમ કરાઈ. તો તેની પાછળનું કારણ છે દક્ષિણ ભારતના આ પ્રાચીન શહેરનો ચીન સાથે જુનો સંબંધ. મહાબલીપુરમનો ચીન સાથે લગભગ 2000 વર્ષ જૂનો સંબંધ છે. કહે છે કે મહાબલીપુરમથી ચીનના વ્યાપારિક સંબંધ લગભગ 2000 વર્ષ જૂના છે. સમુદ્ર કિનારે વસેલા આ બંદરવાળા શહેરનો ચીન સાથે એટલો જૂનો નાતો છે કે અહીં અને તેની આસપાસના વિસ્તારોમાંથી ચીની સિક્કા પણ મળી આવ્યાં હતાં. 

Xuanzang

(ચીની મુસાફર હવેન ત્સાંગ)

આ મુદ્દે પણ મહત્વનું રહ્યું મહાબલીપુરમ...
મહાબલીપુરમ કે મામલ્લપુરમ પ્રસિદ્ધ પલ્લવ રાજવંશની નગરી હતી. તેનો ચીન સાથે વેપારની સાથે રક્ષા સંબંધ પણ હતો. ઈતિહાસકાર માને છે કે પલ્લવ શાસકોએ ચેન્નાઈથી 50 કિમી દૂર આવેલા મામલ્લપુરમના દ્વાર ચીન સહિત દક્ષિણ  પૂર્વ એશિયાના દેશો માટે ખુલ્લા મૂક્યા હતાં. જેથી  કરીને સામાન આયાત થઈ શકે. 

જુઓ LIVE TV

ચીનના મશહૂર દાર્શનિક હવેન ત્સાંગ પણ 7મી સદીમાં અહીં આવ્યાં હતાં. તેઓ એક ચીની મુસાફર હતાં જે એક દાર્શનીક, અને ઉત્તમ અનુવાદક પણ હતાં. હવેન ત્સાંગને પ્રિન્સ ઓફ ટ્રાવેલર્સ પણ કહે છે. કહેવાય છે કે હવેન ત્સાંગને સપનામાં ભારત આવવાની પ્રેરણા મળી હતી. ત્યારબાદ તેઓ ભારત આવ્યાં અને ભગવાન બુદ્ધના જીવન સાથે જોડાયેલા તમામ પવિત્ર સ્થળોની મુલાકાત લીધી. ત્યારબાદ તેમણે ઉપમહાદ્વીપના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોની મુલાકાત લીધી. તેમણે બૌદ્ધ ધર્મગ્રંથોનો સંસ્કૃતમાંથી ચીની અનુવાદ પણ કર્યો. કહેવાય છે કે હવેન ત્સાંગ ભારતથી 657 પુસ્તકોની પાંડુલિપીઓ પોતાની સાથે લઈ ગયા હતાં. ચીન પાછા ફર્યા બાદ તેમણે પોતાનું બાકીનું જીવન આ ગ્રંથોનો અનુવાદ કરવામાં વીતાવી દીધુ હતું. 

આ ત્રણ જગ્યાઓની મુલાકાત લેશે પીએમ મોદી અને જિનપિંગ

પહેલી જગ્યા છે ધ શોર ટેમ્પલ. સમુદ્ર તટ પર બનેલું આ મંદિર દ્રવિડ સ્થાપત્યની બેજોડ મિસાલ છે. પલ્લવ શાસકોએ ગ્રેનાઈડના પથ્થરોથી આ મંદિરનું નિર્માણ કર્યું હતું. હકીકતમાં આ વિષ્ણુ ભગવાનનું મંદિર છે. 

The Shor Temple

બીજી જગ્યા છે પંચ-રથ. એવી માન્યતા છે કે પંચરથને મહાભારત કાળની કથા સાથે સંબંધ છે. આ રથોને પલ્લવ શાસકોએ બનાવ્યો હતો અને તેને પાંચ પાંડવો અને તેમની પત્ની દ્રોપદીનું નામ આપ્યું. પૌરાણિક માન્યતા મુજબ પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન દ્રૌપદી સાથે મહાબલીપુરમમાં ઘણો સમય પસાર કર્યો હતો. 

 Panch-Rath

ત્રીજી જગ્યા છે અર્જૂન્સ પેનેન્સ... આ જગ્યા એક શિલા પર હસ્તશિલ્પ કલાનું સમગ્ર દુનિયામાં એકમાત્ર મોડલ છે. તેને પહાડીઓ કાપીને ગુફાનુમા મંદિર બનાવવામાં આવ્યું. કહે છે કે અર્જૂને મહાભારતની લડાઈ જીતવા માટે અસ્ત્ર શસ્ત્રોની પ્રાપ્તિ માટે અહીં ભગવાન શિવની ઉપાસના કરી હતી. 

Arjuna Penance

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news