બાપુ, પટેલના સપનાને સાકાર કરવા માટે હિન્દીનો ઉપયોગ કરો: ગૃહ મંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) એ આજે હિન્દી દિવસના અવસરે દેશને શુભેચ્છાઓ પાઠવી. અમિત શાહે નાગરિકોને મહાત્મા ગાંધી (Mahatma Gandhi) અને સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Patel)ના સપનાને સાકાર કરવા માટે પોતાના રોજબરોજના કામોમાં હિન્દ (Hindi) ભાષાનો પ્રયોગ વધારવાનો આગ્રહ કર્યો.
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) એ આજે હિન્દી દિવસના અવસરે દેશને શુભેચ્છાઓ પાઠવી. અમિત શાહે નાગરિકોને મહાત્મા ગાંધી (Mahatma Gandhi) અને સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Patel)ના સપનાને સાકાર કરવા માટે પોતાના રોજબરોજના કામોમાં હિન્દ (Hindi) ભાષાનો પ્રયોગ વધારવાનો આગ્રહ કર્યો.
શાહે દિન્દીમાં ટ્વીટ કરીને કહ્યું કે ભારત વિભિન્ન ભાષાઓનો દેશ છે અને દરેક ભાષાનું આગવુ મહત્વ છે. પરંતુ સમગ્ર દેશમાં એક ભાષા હોવી ખુબ જરૂરી છે જે વિશ્વમાં ભારતની ઓળખ બની શકે. આજે દેશને એક્તાના તાંતણે બાંધવાનું કામ જો કોઈ એક ભાષા કરી શકે તો તે સૌથી વધુ બોલાતી હિન્દી ભાષા જ છે.