નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ રજૂ કર્યું હતું. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે આ દેશનું વિભાજન ધર્મના આધારે કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે, જેથી આ બિલની જરૂર પડી. તેમણે કહ્યું કે આ બિલમાં કોઇ મુસ્લિમનો અધિકાર લેવામાં આવ્યો નથી. ઘણા બધા લોકોને નાગરિકતા મળી પણ છે અને નિયમો અનુસાર એપ્લિકેશન કરતાં આગળ પણ મળશે. તમને જણાવી દઇએ કે નાગરિકતા સંશોધન બિલને લોકસભામાં રજૂ કરવાના સમર્થનમાં 293, જ્યારે વિરોધમાં 82 વોટ પડ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહે કહ્યું કે ''એવું નથી કે સરકાર પહેલીવાર નાગરિકતા બિલ માટે કંઇક કરી રહી છે. કેટલાક સભ્યોને લાગે છે કે સમાનતાનો આધાર તેનાથી આહત થાય છે. ઇન્દીરા ગાંધીએ બાંગ્લાદેશથી આવેલા લોકોને નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો. પાકિસ્તાનથી આવેલા લોકોને નાગરિકતા કેમ ન આપવામાં આવે. આર્ટિકલ 14ની વાત કરીએ તો ફક્ત બાંગ્લાદેશથી આવનાર લોકોને નાગરિકતા કેમ આપવામાં આવે. સમાનતા અધિકારનો કાયદો દુનિયાભરમાં છે.

શું તમે ત્યાં જઇને નાગરિકતા લઇ શકો છો? તે ગ્રીન કાર્ડ આપે છે, રોકાણ કરનારાઓ અને રિસર્ચ ડેવલોપમેન્ટ કરનારાઓને આપે છે. રિઝનેબલ ક્લાસિફિકેશનના આધારે જ ત્યાં પણ નાગરિકતા આપવામાં આવે છે. રિઝનેબલ ક્લાસિફિકેશનના આધારે આ દેશમાં આર્ટિકલ 14 રહેતાં ઘણા કાયદો બન્યો છે.   


ગૃહમંત્રીએ કહ્યું કે 'આ બિલની અંદર ભારતની બોર્ડર પર આવેલા 3 દેશ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો ઉલ્લેખ છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ રાજ્યનો સત્તાવાર ધર્મ ઇસ્લામ છે. આ દેશોમાં અલ્પસંખ્યકો પર ખૂબ અત્યાચાર થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube