close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

અમિત શાહ

ગૃહમંત્રી શાહ કાશ્મીર ખીણમાં પંડીતોને પુન: વસાવશે, બનાવ્યો છે માસ્ટર પ્લાન

કેન્દ્રીય ગૃહમંત્રાલયનાં વરિષ્ઠ અધિકારીઓની તેમની ટીમ દ્વારા ખીણમાં કાશ્મીરી પંડિતોના પુનર્વાસ માટે પ્રભાવકારી નીતિ બનાવાઇ રહી છે. ગૃહમંત્રાલયનાં ઉચ્ચ પદસ્થ સુત્રોએ જણાવ્યું કે, અમિત શાહે આ સંબંધમાં ગત્ત એક મહિના દરમિયાન ગૃહમંત્રાલયનાં કાશ્મીરી ડિવીઝનના પ્રમુખ અધિકારીઓ સાથે અનેક બેઠક કરી છે. જમ્મુ કાશ્મીરમાં સક્રિય રાણનીતિ સાથે બાહ્ય તથા આંતરિક આતંકવાદને પહોંચી વળવા માટે શાહ પંડિતોનાં પુનર્વાસ કરવાનું છે. 

Jul 20, 2019, 10:53 PM IST

ગુજરાતી વેપારી હવે AIR INDIA વેચશે, ગડકરી આઉટ શાહને સોંપાઇ કમાન

એર ઇન્ડિયા મુદ્દે રચાયેલ મંત્રીઓના સમુહનું પુન: ગઠન કરવામાં આવ્યું છે. આ ગ્રુપનું નેતૃત્વ કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહ કરશે. આ પેનલમાંથી કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીની વિદાય થઇ ગઇ છે. આ પેનલ એર ઇન્ડિયાનાં વેચાણની પદ્ધતી અંગે કામ કરશે. આ પેનલમાં અત્યારે ચાર મંત્રી ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, રેલવે મંત્રી પીયુષ ગોયલ અને નાગરિક ઉડ્યન મંત્રી હરદીપ સિંહ પુરીનો સમાવેશ થાય છે. 

Jul 18, 2019, 11:48 PM IST

કેસરિયો ધારણ કરતા જ બદલાયો અલ્પેશનો રંગ, કહ્યું ‘ભાજપ વિદ્વાન લોકોની ગુરુકુળ’

કોંગ્રેસને છોડીને અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુવાધાણીના હસ્તે ભાજપનો કેસરિયો ખેસ પહેર્યો હતો. અલ્પેશ ઠાકોરે ભાજપનો ખેસ પહેર્યા બાદ કહ્યુ્ કે, કોંગ્રેસમાં મારી અને મારા સમાજની અવગણના થઇ છે. હવે વિદ્વાન લોકોની ગુરુકુળમાં જોડાયો છું, ભારતીય જનતા પ્રાર્ટી શિસ્ત સાથે ચાલનારી પાર્ટી છે. તેથી ભાજપની આ નીતિથી હું પ્રભાવીત થયો છું. 

Jul 18, 2019, 05:38 PM IST
SPEED NEWS MORNING 16072019 PT22M39S

માત્ર ગણતરીની મિનિટમાં જુઓ દેશ-વિદેશના સ્પીડ ન્યૂઝ

આ વખતે ગુરૂ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણનો સંયોગ છે. આ સંયોગ 149 વર્ષ પછી બની રહ્યો છે, ગુરૂ પૂર્ણિમાના દિવસ પર ચંદ્રગ્રહણની અસર જોવા મળશે. એટલા માટે આ ચંદ્રગ્રહણને દૂર્લભ અને ઐતિહાસિક કહેવામાં આવી રહ્યું છે.

Jul 16, 2019, 12:20 PM IST

આજે BJPનું સભ્યપદ સ્વીકારી શકે છે નીરજ શેખર, અમિત શાહ સાથે કરી મુલાકાત

લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર અને બહુજન સમાજ પાર્ટીથી મળેલા ધોખા બાદ સમાજવાદી પાર્ટી (સપા) હજુ ઉભરી શકી નથી કે બલિયાથી સાંસદ નીરજ શેખરે રાજ્યસભા અને સપામાંથી રાજીનામું આપી અખિલેશ યાદવની પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે.

Jul 16, 2019, 11:51 AM IST

શાહે કહ્યું- ‘ઓવૈસી સાહેબ સાંભળવાની આદત પાડો,’ જવાબ મળ્યો- ‘મને ડર લાગે છે...’

સંસદના બજેટ સત્રમાં આજે લોકસભામાં NIA બિલ દરમિયાન થયેલા હંગામામાં ગૃહ મંત્રી અમિત શાહને વચ્ચે બોલવું પડ્યું હતું. લોકસભામાં આજે રાષ્ટ્રી તપાસ એજન્સિ (NIA) બિલને લઇને ચર્ચાઓ થઇ રહી હતી.

Jul 15, 2019, 02:56 PM IST

BJPને સદસ્યતા અભિયાનના પહેલા જ દિવસે મોટી સફળતા, દ.ભારતના બે મોટા ચહેરા પાર્ટીમાં જોડાયા

લોકસભા ચૂંટણી 2019માં ભાજપે પ્રચંડ બહુમત સાથે જીત મેળવી અને ફરીથી સત્તા પર આવ્યો. કેન્દ્રમાં સરકાર બનાવ્યાના એક મહિનાની અંદર જ ભાજપે 2019 માટે સદસ્યતા અભિયાનની શરૂઆત કરવાની જાહેરાત કરી દીધી હતી.

Jul 7, 2019, 07:33 AM IST
Rajysabha election PT25M40S

રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના બંન્ને ઉમેદવારોની જીત

આજે ગુજરાતમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના બંન્ને ઉમેદવાર એસ. જયશંકર અને જુગલજી ઠાકોરની જીત થઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીમાં સ્મૃતિ ઇરાની અને અમિત શાહનો વિજય થતા તેમની ખાલી પડેલી રાજ્યસભા સીટ પર ભાજપે એસ. જયશંકર અને જુગલજી ઠાકોરને મેદાને ઉતાર્યા હતા.

Jul 5, 2019, 11:20 PM IST

અષાઢી બીજ - 400 વર્ષ જૂની પરંપરાને સાચવે છે ગુજરાતનું આ ગામ, વહુઓ નાંખે છે વડીલોના માથા પર પાણી

ગઈકાલે દેશભરમાં રથયાત્રાનો પર્વ ઉજવાયો હતો. જેમાં ભગવાન જગન્નાથના રથ ભાઈ-બહેનની સાથે નગરચર્યા કરવા નીકળે છે. આ પ્રથા સમગ્ર ભારતમાં એક જ પ્રકારે ઉજવાય છે. ત્યારે કચ્છના નખત્રાણા તાલુકાના વિથોણમાં અષાઢી બીજના પાવન અવસર પર ગામના વડીલો પર જળાભિષેક કરાય છે. આ ગામ લગભગ 400 વર્ષની પરંપરાને આજે પણ જીવંત રાખે છે. ગઈકાલે અષાઢી બીજના તહેવારની અહીં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિના વરસાદે ગામની શેરીઓમાં પાણી વહી નીકળ્યાં હતાં. ગામની નવોઢાઓએ વડીલોને પિતૃભાવે અષાઢી સ્નાન કરાવ્યું હતું, ત્યારબાદ દરેક શેરીઓમાં પાણીની છોળો ઉડી હતી. 

Jul 5, 2019, 12:17 PM IST

શું તમને ખબર છે કેમ રથયાત્રા બાદ ભગવાનના રથ આખી રાત મંદિરની બહાર મૂકાય છે?

142મી રથયાત્રા ગઈકાલે અષાઢી બીજના દિવસે શાંતિપૂર્ણ સંપૂર્ણ થઈ હતી. રથયાત્રામાં ક્રમમાં સૌથી પહેલો બાલભદ્રનો રથ હોય છે, વચ્ચે બહેન સુભદ્રા અને અંતિમ રથ ભગવાન જગન્નાથનો હોય છે. તેથી આ ક્રમે જ રથ નિજ મંદિરમાં પહોંચ્યા હતા. આમ, ત્રણેય રથ ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં મંદિરમાં પહોંચ્યા હતા. જગતના નાથની શાંતિપૂર્ણ માહોલમાં નગરચર્યા સંપન્ન થઇ હતી. ત્યારે ત્રણેય રથ નિજમંદિરમાં લાઇનમાં ગોઠવી દેવામાં આવ્યા હતા અને મહંત દિલિપદાસજી દ્વારા ભગવાન જગન્નાથની નજર ઉતારીને આરતી કરવામાં આવી હતી. ભગવાન આખી રાત મંદિરની બહાર રથમાં જ બિરાજમાન રહેશે. વહેલી સવારે મંગળા આરતી કરીને ભગવાના જગન્નાથને મંદિરમાં પ્રવેશ કરવામાં આવશે. પણ, શું તમને ખબર છે કે કેમ રથને આખી રાત મંદિરની બહાર રાખવામાં આવે છે, આ પાછળ છે એક ચોકક્કસ કારણ.

Jul 5, 2019, 08:42 AM IST

અમદાવાદ રથયાત્રા 2019 : મોસાળમાં મોહનનું મામેરુ કરનાર કાનજીભાઈના આંખમાંથી આંસુ આવી ગયા

આજે અષાઢી બીજ છે. આજના આ પાવન દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળ્યા છે. મોસાળ સરસપુરમાં ભગવાનને મામેરું ચઢાવવામાં આવ્યું. આ મામેરામાં સોનાનો ઢોળ ચડાવેલ દોઢ કિલોનો હાર, સોનાની 3 વીંટી અને ત્રણ દોરા ચડાવવામાં આવ્યા છે. આ વર્ષે ભગવાન જગન્નાથનું મામેરું કરવાની તક શાહીબાગમાં રહેતા કાનજી પટેલને મળી છે. 20 વર્ષ અગાઉ તેમણે મામેરા માટે નામ નોંધાવ્યું હતું, અને આ વર્ષે તેમનું નામ આવ્યું છે. કાનજીભાઈ વાજતેગાજતે તેમનો પરિવાર ભગવાનનું મામેરુ લઈ આવ્યા હતા. આ પ્રંસગે તેમની આંખમાંથી આસુ આવી ગયા તેવું તેમણે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

Jul 4, 2019, 01:59 PM IST

અમદાવાદ : રથયાત્રા નીકળે તે પહેલા જ મંદિરની બહાર બેહોશ થઈ હતી મહિલા

અમદાવાદની રથયાત્રા સુખશાંતિથી સંપન્ન થાય તેવુ દરેક ભાવિક ભક્ત ઈચ્છતો હોય છે. તેથી જ અમદાવાદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડતા હોવાથી સાવચેતી રાખવી જરૂર બની જાય છે. આવામાં રથયાત્રા શરૂ થાય તે પહેલા જ મંદિરની બહાર એક મહિલા બેભાન થઈ હતી.

Jul 4, 2019, 12:46 PM IST

પીએમ મોદીએ ટ્વિટર પર પોતાની રથયાત્રાની જૂની તસવીર શેર કરી

આજે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાની નીકળી છે. મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ વખત પહિંદ વિધી કરીને રેકોર્ડ બનાવનાર પીએમ મોદી હવે ભલે દિલ્હીમાં છે. પરંતુ જગતના નાથની રથયાત્રાના મહાપર્વમાં તેઓ હંમેશા યાદ કરાય છે. ત્યારે આજે તેમણે ટ્વિટરના માધ્યમથી ભારતભરના નાગરિકોને રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી છે. 

Jul 4, 2019, 09:40 AM IST

પહેલીવાર અમદાવાદ રથયાત્રાની લંબાઈ ઘટી, 400થી 500 મીટર ટૂંકી થઈ

રથયાત્રાને પગલે સૌથી વધુ ચર્ચાતી બાબત તેની લંબાઈ હોય છે. પોલીસ કાફલા સાથે નીકળતી રથયાત્રાનો પહેલો છેડો અને અંતિમ છેડો ક્યાં હોય છે, રથયાત્રા કેટલી લાંબી હોય છે તે જાણવામાં દરેકને રસ હોય છે. ત્યારે 2019ની રથયાત્રાની લંબાઈ ઘટી ગઈ છે. ડીસીપીથી નીચેના પોલીસ અધિકારીઓની ગાડીઓ કાફલામાં ન જોડાતા રથયાત્રા ટૂંકી થઈ છે. 

Jul 4, 2019, 07:27 AM IST

દિલ્હીથી પીએમ મોદીએ રથયાત્રાનો પ્રસાદ મોકલાવ્યો, જુઓ શું શું મોકલાવ્યું

આજે અમદાવાદમાં રંગેચંગે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે. મોટી સંખ્યામાં સવારથી જ અમદાવાદ વાસીઓ રથયાત્રામાં જોડાયા છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ મોદી દ્વારા આ વર્ષે પ્રસાદ મોકલવામાં આવ્યો હતો. આ વર્ષે પણ પીએમ મોદી દ્વારા ભગવાન જગન્નાથને પણ પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. 

Jul 4, 2019, 06:16 AM IST
Home Minister To Inaugurate Income Tax Flyover Bridge PT14M9S

ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થશે ઈન્કમટેક્સ ફ્લાયઓવરનું લોકાર્પણ, જુઓ વિગત

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું અમદાવાદ ખાતે આગમન. 57 કરોડના ખર્ચે બનેલા ઈન્કમટેક્ષ ફ્લાયઓવર અને ડી. કે. પટેલ હોલનું કરશે લોકાર્પણ. સાથે જ યુનિવર્સિટી કન્વેશનમાં સંબોધશે સભા.

Jul 3, 2019, 06:05 PM IST

ગૃહમંત્રી બન્યા બાદ ‘શહેનશાહ’ પહેલીવાર ગુજરાતમાં, લોકોના મનમાં લોકતંત્રની આસ્થા વધી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અમદાવાદ પ્રવાસને લઇને આજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ગુજરાત ભાજપના નેતાઓ એરપોર્ટ ખાતે તેમનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા. એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ભાજપના કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. 

Jul 3, 2019, 04:55 PM IST

અમદાવાદના આ રસ્તાઓ પરથી પસાર થશે રથયાત્રા, જાણી લો રુટ અને કયા રસ્તાઓ બંધ રહેશે

આવતીકાલે અષાઢી બ્રિજના દિવસે અમદાવાદની ગલીઓ વચ્ચેથી રંગેચંગે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. ત્યારે શ્રદ્ધાળુઓ ભક્તિભાવથી આ દિવસની રાહ જોતા હોય છે. જમાલપુરમાં આવેલ ભગવાન જગન્નાથના મંદિરથી નીકળનારી 142મી રથયાત્રાને પગલે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. રથયાત્રામાં 25 હજાર પોલીસ કર્મચારી ખડેપગે રહેશે. 22 કિલોમીટરની રથયાત્રા રૂટમાં બોમ્બ સ્કોડ અને એનએસજી કમાંડોની ટીમ પણ હાજર રહેશે. તો 45 સ્થળોએ 94 સીસીટીવી કેમેરાથી રથાયાત્રા પર નજર રખાશે. ત્યારે રથયાત્રાનો રુટ શું રહેશે અને રથયાત્રાને પગલે આવતીકાલે કયા કયા રસ્તા બંધ કરવામાં આવ્યા છે તેની માહિતી અમદાવાદ પોલીસે આપી હતી.

Jul 3, 2019, 04:05 PM IST

દિલ્હી: મંદિર પર હુમલા મામલે ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ કમિશનરને લગાવી ફટકાર

જૂની દિલ્હીના હૌજકાજી વિસ્તારમાં 100 વર્ષ જૂના મંદિરમાં થયેલી તોડફોડ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હી પોલીસના કમિશનર અમુલ્ય પટનાયકને તલબ કર્યાં. ગૃહ મંત્રીએ આ ઘટનાને લઈને પોલીસ કમિશનર સામે નારાજગી વ્યક્ત કરી છે.

Jul 3, 2019, 01:50 PM IST

રથયાત્રા અપડેટ્સ : આંખે પાટા બાંધેલા ભગવાનને સોના વેશ પહેરાવાયો, 16 ગજરાજની પૂજા કરાઈ

ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના કલાકોની વાર છે, ત્યારે અમદાવાદના મંદિરમાં તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. મંદિર પરિસર ઢોલ અને શરણાઈના અવાજથી ગુંજી ઉઠ્યું છે. આવતીકાલે વહેલી સવારે રંગેચંગે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે.

Jul 3, 2019, 11:20 AM IST