SP-RLD ગઠબંધન પર અમિત શાહના આકરા પ્રહાર, કહ્યું- તેમની સરકાર આવશે તો જયંત ગાયબ થઈ જશે અને...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે સમાજવાદી પાર્ટી, બસપાના શાસનમાં ઉત્તર પ્રદેશને માફિયાઓએ કબજામાં લીધુ હતું.
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે સમાજવાદી પાર્ટી, બસપાના શાસનમાં ઉત્તર પ્રદેશને માફિયાઓએ કબજામાં લીધુ હતું. ધર્મ અને જાતિના આધારે અહીં રાજનીતિ કરનારાઓની બોલબાલા હતી. તેમણે SP-RLD ગઠબંધન પર આકરા પ્રહારો કરતા કહ્યું કે યુપીમાં જો તેમની સરકાર આવી તો જયંત ચૌધરી ગાયબ થઈ જશે અને આઝમ ખાન આવી જશે.
મુઝફ્ફરનગરના પ્રવાસે છે અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહ મુઝફ્ફરનગરમાં પ્રભાવી મતદાતા સંવાદ કાર્યક્રમને સંબોધિત કરવા પહોંય્યા હતા. તેમણે કહ્યું કે 2017માં અહીં યોગી આદિત્યનાથજીની સરકાર બન્યા બાદ તમામ ગુંડાઓ ઉત્તર પ્રદેશની સરહદની બહાર જતા રહ્યા છે. તેમણે કહ્યું કે આ જ મુઝફ્ફરનગર છે જેણે 2014, 2017 અને 2019માં ભાજપની યુપીમાં પ્રચંડ જીતનો પાયો નાખવાનું કામ કર્યું છે. અહીંથી લહેર ઉઠે છે જે કાશી સુધી જાય છે અને અમારા વિરોધીઓના સૂપડાં સાફ કરી નાખે છે.
ભાજપના શાસનમાં સુરક્ષા અને વિકાસની છે વાત
અમિત શાહે કહ્યું કે પહેલાની સરકારોના શાસનને ઉત્તર પ્રદેશે જોયું છે. બહેનજીની પાર્ટી આવતી હતી તો એક જાતિની વાત કરતી હતી. કોંગ્રેસ પાર્ટી આવતી હતી તો પરિવારની વાત કરતી હતી. સપા આવતી હતી તો ગુંડા, માફિયા અને તૃષ્ટિકરણની વાતો કરતી હતી. પરંતુ આજે ભાજપને પાંચ વર્ષ થયા, ન જાતિની વાત છે કે ન પરિવારવાદની વાત છે, ગુંડા, માફિયા કે તૃષ્ટિકરણની વાત નથી. ભાજપના શાસનમાં ફક્ત અને ફક્ત સુરક્ષા અને વિકાસની વાત છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube