નવી દિલ્હી : મિશન 2019 માટે પશ્ચિમ બંગાળની યાત્રા બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહ શનિવારે મણિપુર પહોંચ્યા. શાહ ઇમ્ફાલની હોટલ ક્લાસિક ગ્રાંડમા પાર્ટીનાં નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર બેઠકમાં પુર્વોત્તરનાં તમામ સાત રાજ્યોનાં ભાજપ નેતાઓ સાથે આગમી લોકસભા ચૂંટણી મુદ્દે ચર્ચા ચાલી રહી છે. ભાજપે પશ્ચિમ બંગાળ બાદ હવે પુર્વોત્તર પર ફોકસ કરવાનું ચાલુ કર્યુ છે. ભગવા પાર્ટી દેશનાં આ હિસ્સામાં 20 કરતા વધારે સીટો પર જીત મેળવવા માંગે છે. 
બેઠકમાં કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી કિરણ રિજિજૂ, મણિપુરનાં મુખ્યમંત્રી એન.બિરેન સિંહ, ત્રિપુરાનાં સીએમ બિપ્લવ દેવ, અરૂણાચલ પ્રદેશનાં મુખ્યમંત્રીપ્રેમા ખાંડું, ભાજપ નેતા હેમંત બિશ્વાશર્મા હાજર છે. સાથે જ રામ માધવ પણ બેઠકમાં ભાગ લેવા આવ્યા છે. શાહ પુર્વોત્તરનાં સાત રાજ્યોનાં ભાજપ પ્રદેશ અધ્યક્ષની સાથે પણ બેઠક યોજશે. આ બેઠક રાત્રી સુધી ચાલે તેવી શક્યતાઓ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મણિપુર ભાજપે અમિત શાહનુ ભવ્ય સ્વાગતની તૈયારી કરી છે. જ્યાં પુર્વોત્તરનાં તમામ મુખ્યમંત્રીઓ અને પાર્ટીનાં તમામ નેતાઓ સાથે મુલાકાતનો કાર્યક્રમ નિશ્ચિત છે. 2019ની લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને સંસદીય સમિતીની બેઠકમાં પડકાર અંગે ચર્ચા કરવામાં આવે તેની શક્યતાઓ વધારે છે. 

ઉલ્લેખનીય છે કે, પુર્વોત્તરનાં મોટા ભાગનાં રાજ્યોમાં છેલ્લા બે વર્ષમાં યોજાયેલી વિધાનસભાચૂંટણીમાં જીત પ્રાપ્ત કરી છે. હવે ભાજપ અહીં લોકસભા ચૂંટણીમાં પણ પોતાનુ સામર્થ્ય દેખાડવા માંગે છે. ભાજપ સૌથી પહેલા અસમમાં સત્તા જમાવી ત્યાર બાદ તેણે અરૂણાચલ, મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા અને મેઘાલયમાં સરકાર બનાવવાની સફળતા પ્રાપ્ત કરી છે. એ અલગ વાત છે કે ભાજપે પોતે ઘણી ઓછી જગ્યાએ સરકાર બનાવી મોટા ભાગના ગઠબંધન છે. 

ભાજપનું ધ્યાન હવે મિઝોરમ પર છે, તે એકમાત્ર એવું ક્રિશ્યિન બહુમતીવાળું રાજ્ય છે જ્યાં ભાજપનું શાસન નથી. ભગવા પાર્ટી લોકસભા ચૂંટણી માટે પુર્વોત્તરમાં આક્રમક રણનીતી હેઠળ કામ કરી રહી છે. જેથી દેશનાં કોઇ પણ હિસ્સામાં ચૂંટણીનાં થનારા નુકસાનને ભરપાઇ આ ક્ષેત્રમાંથી કરી શકાય.