J&Kમાં અમિત શાહનો બીજો દિવસ, શહીદ SHO અરશદના પરિવારની કરી શકે છે મુલાકાત
ન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસીય પ્રવાસ પર બુધવારે (26 જૂન) જમ્મૂ-કાશ્મીર પહોંચ્યા હતા. આજે (ગુરૂવાર) તેમના પ્રવાસનો બીજો દિવસ છે. કેન્દ્રીય મંત્રીનો કાર્યભાળ સંભાળ્યા બાદ પ્રથમ વખત આ સીમાંત રાજ્યમાં પગ મુક્યો છે.
શ્રીનગર: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસીય પ્રવાસ પર બુધવારે (26 જૂન) જમ્મૂ-કાશ્મીર પહોંચ્યા હતા. આજે (ગુરૂવાર) તેમના પ્રવાસનો બીજો દિવસ છે. કેન્દ્રીય મંત્રીનો કાર્યભાળ સંભાળ્યા બાદ પ્રથમ વખત આ સીમાંત રાજ્યમાં પગ મુક્યો છે. બુધવારે તેમણે આગામી અમરનાથ યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થાને લઇને કોઇપણ પ્રકારની સંતુષ્ટિના ભાવ વ્યક્ત કર્યા વગર અધિકારીઓને ચેતવણી આપી અને તીર્થયાત્રીઓ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસપીઓ)ને કડકપણે અમલમાં મૂકવા માટે સૂચનાઓ આપી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, ગુરૂવારના અધિકારીઓની સાથે બેઠક બાદ ગૃહ મંત્રી અમિત શાહ શ્રીનગરના અનંતનાગમાં એસએચઓ, અરશદ ખાનના ઘરની મુલકાત કરી શકે છે. જેમણે 12 જૂનના અનંતનાગમાં આતંકવાદી હુલામાં શહીદ થયા હતા.
વધુમાં વાંચો:- જી-20 શિખર સમિટમાં ભાગ લેશે પીએમ મોદી, એજન્ડામાં આંતકવાદ, મહિલા સુરક્ષાના મુદ્દા
પાક. આતંકવાદને ઉદ્યોગની જેમ અપાતુ ઉત્તેજન, ભારતને સારુ પાડોશી બનતા અટકાવે છે
બુધવારે શાહની આગેવાનીમાં થયેલી સમીક્ષા બેઠક બાદ પત્રકારોને જાણકારી આપતા આતંરિક સુરક્ષાના વિશેષ સચિવ એપી મહેશ્વરીએ કહ્યું કે, મંત્રીએ આદેશ આપ્યો કે સંપૂર્ણ યાત્રા દરમિયાન સુરક્ષા દળ અથવા ડ્યૂટી સ્ટાફ દ્વારા ક્યારે પણ સંતુષ્ટીના ભાવ આવવો જોઇએ નહીં. તેમણે જણાવ્યું કે, કોઇ કાર્ય નબળું પડવું જોઇએ નહીં. એસપીઓની કડકથી પાલન સુનિશ્ચિત કરવામાં આવે. વરિષ્ઠ અધિકારીઓને વ્યક્તિગત રીતે આયોજનનું ધ્યાન રાખવું જોઇએ.
જુઓ Live TV:-