પાક. આતંકવાદને ઉદ્યોગની જેમ અપાતુ ઉત્તેજન, ભારતને સારુ પાડોશી બનતા અટકાવે છે

વિદેશ મંત્રી જયશંકરે પાકિસ્તાન પર ખુબ જ તીખો પ્રહાર કરતા કહ્યું કે, પાકિસ્તાન આતંકવાદને એક ઉદ્યોગની જેમ વિકસાવી રહ્યું છે.

પાક. આતંકવાદને ઉદ્યોગની જેમ અપાતુ ઉત્તેજન, ભારતને સારુ પાડોશી બનતા અટકાવે છે

નવી દિલ્હી : ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે પાકિસ્તાન પર ખુબ જ તીખો હુમલો કર્યો છે. વિદેશ મંત્રીએ કહ્યું કે, પાકિસ્તાન દ્વારા રાજ્ય પ્રાયોજીત આતંકને ઉદ્યોગ ના કારણે ભારતને સારા પાડોશી થતા અટકાવે છે. લંડનમાં આયોજીત યુકે-ઇન્ડિયા વીકના લીડર્સ સમિટને નવી દિલ્હીથી લાઇવ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરતા ભારતનાં વિદેશ મંત્રીએ આ વાત કરી હતી. 

S-400 મામલે અમેરિકાને જયશંકરે રોકડુ પરખાવ્યું, અમે તે જ કરીશું જે અમારા રાષ્ટ્રીય હિતમાં હશે...
આ દરમિયાન તેમણે કહ્યું કે, આજે પાકિસ્તાન ઘણુ બધુ એવું કરી રહ્યા છે, જેના કારણે બ્રિટન સહિત સમગ્ર વિશ્વ પ્રભાવિત થાય છે. તેમણે કહ્યું કે, આતંક મોટા પ્રમાણમાં ઉદ્યોગને રાજ્યનું સમર્થન મળે છે. કારણ કે તેનો ઉપયોગ પોતાનાં પાડોશી વિરુદ્ધ હથિયાર તરીકે કરે છે. આ હવે સમગ્ર ભારતને મંજુર નથી. ભારત સાથે વિશ્વનાં અનેક દેશો તેનાથી પ્રભાવિત થઇ રહ્યા છે. 
ભારતની મોટી કૂટનીતિક જીત, પાક.-ચીન સહિત 55 દેશોનું UNSCમાં સમર્થન

PM ના વખાણ કરનારા પૂર્વ કોંગ્રેસ નેતા અબ્દુલ્લાકુટ્ટી ભાજપમાં જોડાયા
જયશંકરે કહ્યું કે, મને નથી લાગતું કે વિશ્વમાં ક્યાંય પણ એવો કોઇ દેશ છે, જ્યાં આતંકવાદને ઉદ્યોગની જેમ પ્રોત્સાહન આપવામાં આવે છે. તેમણે કહ્યું કે, ભારતે પાકિસ્તાનને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપ્યો, પરંતુ પાકિસ્તાન તેનો ફાયદો ઉઠાવવામાં પણ નિષ્ફળ રહ્યું. કનેક્ટિવિટી દક્ષિણ એશિયાનો કેન્દ્રીય મુદ્દો છે, પરંતુ પાકિસ્તાન ભારતનાં કારણે તેનો વિરોધ કરી રહ્યું છે. એવામાં પડકાર છે કે એક દેશ જે આતંકનું સમર્થન કરે છે, સામાન્ય વ્યાપારને તેનો ઇન્કાર કરે છે. કનેક્ટિવિટીનો વિરોધ કરે છે, કઇ રીતે ભારત એવા કોઇ પણ દેશી સાથે કામ કરી શકે છે. 

હવે સુમંત કુમાર ગોયલ RAW ચીફ, અરવિંદ કુમારને મળી IB ની જવાબદારી
અહીં કોઇ સરળ પડકાર નથી. અમે તેની સાથે અનેક વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છે આ એક એવો પડકાર નથી, જેની સામે અમે એકલા જઝુમી રહ્યા છીએ, પરંતુ આ કોઇ એવો પડકાર પણ નથી કે તેની સામે ભારતે એકલા હાથે જઝુમવું જોઇએ. વિદેશ મંત્રીએ કહ્યું કે, તેમના વિચાર નકારાત્મક નથી અને જો ભારત પાકિસ્તાનના સંબંધો સારા થશે તો તેમને આનંદ થશે. જો કે આજના સમયમાં જોઇએ તો ભારત માટે સૌથી મોટો પડકાર છે. 

ભાજપ નેતા કૈલાશ વિજય વર્ગીયના MLA પુત્રની ધરપકડ, અધિકારી સાથે કરી હતી મારામારી
વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારત આ મુદ્દે વિશ્વનું મોટા પ્રમાણમાં ઇચ્છે છે, જેથી પાકિસ્તાન પર દબાણ બનાવી શકાય અને તે યોગ્ય પગલા ઉઠાવે. આંતરરાષ્ટ્રીય જગતે પણ આ મુદ્દાથી દુર ન ભાગવું જોઇએ, કોઇ સ્પષ્ટતા ન આપે અને રાજનીતિક સુવિધા માટે કોઇ સંતુલાત્મક રમત ન રમે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news