નવી દિલ્હીઃ દિલ્હીના ઉત્તર-પૂર્વી વિસ્તારમાં સોમવારે સીએએ સમર્થક અને વિરોધી જૂથો વચ્ચે થયેલા હિંસક ટકરાવમાં હેડ કોન્સ્ટેબલ અને ત્રણ સામાન્ય નાગરિકોના મોત બાદ ગૃહ મંત્રાલયમાં મોડી સાંજે સચિવ સ્તરની બેઠક યોજાઇ હતી, જેમાં દિલ્હીની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર દિલ્હીમાં હિંસા સહન કરશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેડ્ડીએ દિલ્હીના પોલીસ કમિશનરને દિલ્હીના તમામ સંવેદનશીલ સ્થાનો પર વધારાની પોલીસ ફોર્સની સાથે ગુપ્તચર ટીમોને એલર્ટ મોડમાં રાખવાના આદેશ આપ્યા છે. તેમણે રાજધાનીમાં થઈ રહેલી હિંસક ઘટનાઓ પર મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, જાણી જોઈને લોકોને ઉશકેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લોકતાંત્રિક રીતે લોકોએ પોતાની ભાવના વ્યક્ત કરવી જોઈએ. વિરોધના નામ પર પથ્થરબાજી, આગચાંપી અને પોલીસની હત્યા કરવી લોકતંત્રની ભાવનાની વિરુદ્ધ છે. સરકાર તેને સહન કરશે નહીં. ગૃહ મંત્રાલય સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ટ્રમ્પના પ્રવાસના સમયે દેશની છબીને ખરાબ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. 


દિલ્હી હિંસાના સમય પર ગૃહ મંત્રાલયને શંકા, ડોનાલ્ડ ટ્રમ્પની સામે ભારતની છબી ખરાબ કરવાનું ષડયંત્ર   


અમિત શાહે બોલાવી ઈમરજન્સી બેઠક
ઉત્તર-પૂર્વી દિલ્હીના જાફરાબાદમાં શરૂ થયેલ તોફાનને તત્કાલ કાબુમાં લેવા માટે ઉચ્ચસ્તરીય મંથન શરૂ થઈ ગયું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તમામ મોટા અધિકારીઓને તત્કાલ બેઠક માટે બોલાવ્યા હતા. 


કેન્દ્રીય ગૃહ સચિવ એ.કે. ભલ્લાએ પણ સ્થિતિ પર કડક નજર રાખવાની વાત કરી છે. તેમણે કોઈપણ સ્થિતિમાં શાંતિ સ્થાપિત કરવા માટે કરવામાં આવેલી તમામ વ્યવસ્થાઓ પર સંતોષ વ્યક્ત કર્યો છે. ગૃહ મંત્રાલયના ઉચ્ચ સૂત્રો પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમદાવાદ પહોંચી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પરિવારના સ્વાગત સમારોહમાં વ્યસ્ત હતા. આ વચ્ચે તેમને દિલ્હીના જાફરાબાદ, ભજનપુરા, મૌજપુર, દયાલપુર, ગોકુલપુરી વિસ્તારમાં હિંસાના સમાચાર મળ્યા હતા. કારણ કે દિલ્હીના રાષ્ટ્રપતિએ સોમવારે રાત્રે દિલ્હીમાં રોકાવાનું છે. જેથી રાજધાનીની છબી ખરાબ થતી બચાવવાની જરૂર તેમને લાગી હતી. 


દિલ્હી હિંસાઃ પ્રદર્શનકારીઓએ ટાયર માર્કેટને આગને હવાલે કરી, કાલે તમામ શાળાઓમાં રજા જાહેર 


જેથી ઉત્તર-પૂર્વી દિલ્હી જિલ્લામાં ભડકેલી સ્થિતિને કાબુ કરવાની જવાબદારી ખુબ અમિત શાહે પોતાના હાથમાં લઈ લીધી હતી. સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે સોમવારે સાંજ થતાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ એક તત્કાલ બેઠક બોલાવી હતી. બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ એકે ભલ્લા સહિત દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલ અને દિલ્હી પોલીસ કમિશનર અમૂલ્ટ પટનાયકને કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી કે કોઈપણ રીતે સ્થિતિ પર નિયંત્રણ કરવામાં આવે. 


ગૃહ સચિવે કહ્યું- સતર્ક રહે પોલીસ અને અર્ધસૈનિક દળ
કેન્દ્રીય ગૃહ સચિવ ભલ્લાએ મોડી સાંજે જણાવ્યું, 'ઉત્તર પૂર્વી દિલ્હીની સ્થિતિ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. ઘણી હદ સુધી સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ છે. પોલીસ અને અર્ધસૈનિક દળોને સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું છે. સાથે જો જરૂર પડી તો કેન્દ્ર સરાકર આકરા નિર્ણયો લેશે. અમારો ઈરાદો કોઈપણ ભોગે શાંતિ સ્થાપવાનો છે.'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...