દિલ્હી હિંસાના સમય પર ગૃહ મંત્રાલયને શંકા, ડોનાલ્ડ ટ્રમ્પની સામે ભારતની છબી ખરાબ કરવાનું ષડયંત્ર

ગૃહ મંત્રાલયે આશંકા વ્યક્ત કરી છે કે દિલ્હીના કેટલાક ભાગમાં હિંસા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જારી યાત્રાને ધ્યાનમાં રાખીને કરાવવામાં આવી હોય તેવું પ્રતીત થાય છે.   

Updated By: Feb 24, 2020, 08:44 PM IST
દિલ્હી હિંસાના સમય પર ગૃહ મંત્રાલયને શંકા, ડોનાલ્ડ ટ્રમ્પની સામે ભારતની છબી ખરાબ કરવાનું ષડયંત્ર

નવી દિલ્હીઃ સોમવારે સવારથી મીડિયામાં બે સમાચારો ચાલી રહ્યાં છે. પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ભારતમાં જોરદાર સ્વાગત અને બીજી દેશની રાજધાની દિલ્હીના નોર્થ-ઈસ્ટ ભાગમાં હિંસાની. અમેરિકાના રાષ્ટ્રપતિનો આ ભારત પ્રવાસ ઘણી રીતે અલગ છે. પ્રથમવાર આમ બન્યું છે કે કોઈ અમેરિકી રાષ્ટ્રપતિ માત્ર ભારતની યાત્રા પર આવ્યા છે. આ પહેલા દર વખતે અમેરિકી રાષ્ટ્રપતિ ભારત યાત્રા દરમિયાન પાકિસ્તાન પણ જરૂર જતા હતા. પ્રથમવાર કોઈ દેશના રાષ્ટ્રપ્રમુખનું એક લાખથી વધુ ભારતીયોએ એક જગ્યાએ ભેગા થઈને સ્વાગત કર્યું છે. આવા ઘણા પાસાં છે જે અમેરિકી રાષ્ટ્રપતિની ભારત યાત્રાને અલગ બનાવે છે. આવા ખાસ સમયે દેશની રાજધાની દિલ્હીમાં અચનાક હિંસા ફેલાવાથી ઘણા સવાલ ઉભા થાય છે. 

ગૃહ મંત્રાલયે આશંકા વ્યક્ત કરી છે કે દિલ્હીના કેટલાક ભાગમાં હિંસા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જારી યાત્રાને ધ્યાનમાં રાખીને કરાવવામાં આવી હોય તેવું પ્રતીત થાય છે. સૂત્રોનું કહેવું છે કે ગૃહ મંત્રાલયના ગુપ્ત સૂત્રો પાસેથી મળેલી સૂચનાના આધાર પર આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે કેટલાક લોકો ટ્રમ્પની સામે ભારતની છબી ખરાબ કરવા ઈચ્છે છે. તેથી તેણે હિંસા માટે આ સમય પસંદ કર્યો છે. 

ગૃહ સચિવ કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ દિલ્હીની હિંસા પર કર્યું કે, વરિષ્ઠ અધિકારી ઘટનાસ્થળ પર છે અને પર્યાપ્ત સુરક્ષા દળ તૈનાત છે. દિલ્હીમાં સ્થિતિ નિયંત્રણમાં છે. પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયક કંટ્રોલ રૂમમાં છે અને રાષ્ટ્રીય રાજધાનીમાં હિંસાને કારણે સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. 

દિલ્હીમાં હિંસક બન્યો વિરોધ, અનેક વાહનોમાં આગચાંપીની ઘટના, 37 પોલીસકર્મી ઈજાગ્રસ્ત, એકનું મોત

ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું કે, ઘટનાસ્થળ પર પર્યાપ્ત સુરક્ષા દળ તૈનાત કરવામાં આવ્યા છે. ઉત્તરપૂર્વ દિલ્હીમાં હિંસક સંઘર્ષમાં એક પોલીસકર્મીના મોત બાદ ગૃહ સચિવનું આ નિવેદન સામે આવ્યું છે. ભલ્લાએ અહીં પત્રકારોને કહ્યું, 'દિલ્હીની સ્થિતિ સંપૂર્ણ પણે નિયંત્રણમાં છે. વરિષ્ઠ પોલીસ અધિકારી ઘટના સ્થળ પર છે અને સુરક્ષા દળ તૈનાત કરી દેવામાં આવ્યું છે.'

દિલ્હી હિંસા પર ગૃહ મંત્રાલય જે રીતે એક્ટિવ જોવા મળી રહ્યું છે, તેનાથી પ્રતીત થાય છે કે તે પ્રદર્શનકારીઓના ઇરાદાના નિષ્ફળ કરવાના પ્રયાસમાં લાગેલૂ છે. 

બીજીતરફ સીઆરપીએફના સૂત્રોનું કહેવું છે કે નોર્થ-ઈસ્ટ દિલ્હીમાં સીઆરપીએફની 8 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. આ સિવાય રેપિડ એક્શન ફોર્સ (RAF)ની બે કંપની અને એક મહિલા કંપનીને તે ક્ષેત્રમાં મોકલવામાં આવી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...