નવી દિલ્હી: પોતાના સ્વાસ્થ્યને લઇને ગૃહ મંત્રી અમિત શાહએ શનિવારે ટ્વિટ કરી કહ્યું કે, હું સંપૂર્ણ રીતે સ્વસ્થ છું, મને કોઈ બિમારી નથી. ગૃહ મંત્રીએ કહ્યું કે મારા સ્વાસ્થ્ય વિશે ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. કેટલાક લોકો મારા મૃત્યુ માટે દુઆઓ પણ માગી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- પંજાબઃ હિઝબુલ સાથે જોડાયેલા 2 લોકોની ધરપકડ, ડ્રગ્સ અને રોકડ પણ જપ્ત


ગૃહ મંત્રીએ તેમના ટ્વિટમાં લખ્યું, છેલ્લા કેટલાક દિવસથી કેટલાક મંત્રીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી મારા સ્વાસ્થ્યને લઇને કેટલીક અફવાઓ ફેલાવી છે. એટલું જ નહીં મારા મૃત્યુ માટે પણ ટ્વિટ કરી દુઆઓ માગી છે. દેશ આ સમયે કોરોના જેવી મહામારીથી લડી રહ્યો છે અને દેશના ગૃહ મંત્રી હોવાથી મોડી રાત સુધી પોતાના કાર્યોમાં વ્યસ્ત રહેવાના કારણે મેં આ બધા પર ધ્યાન આપ્યું નહીં. જ્યારે આ મારી સામે આવ્યું તો મેં વિચાર્યું કે આ બધા લોકો કાલ્પનિક વિચારનો આનંદ લઈ રહ્યાં છે. એટલા માટે મેં કોઈ સ્પષ્ટતા કરી નહીં.


આ પણ વાંચો:- કોરોનાઃ ઇટાલી, અમેરિકા જેવી ભયાનક સ્થિતિ નહીં, પરંતુ તેનો પણ સામનો કરવા તૈયાર છે ભારત


તેમણે વધુમાં લખ્યું કે, પરંતુ મારી પાર્ટીના લાખો કાર્યકર્તાઓ અને મારા શુભચિંતકોએ બે દિવસથી ઘણી ચિંતા વ્યક્ત કરી, તેમની ચિંતાને હું નજર અંદાજ નથી કરી શકતો. એટલા માટે આજે સ્પષ્ટ કરવા ઇચ્છુ છું કે, હું સંપર્ણ રીતે સ્વસ્થ છું અને મને કોઈ બિમારી થઈ નથી.


કોરોનાની સારવારના નિયમમાં થયા મોટા ફેરફાર, તમારે જાણવા ખુબ જરૂરી


ગૃહ મંત્રીએ કહ્યું, "હિન્દુ માન્યતાઓ અનુસાર, એવું માનવામાં આવે છે કે આ રીતની અફવાઓ સ્વાસ્થ્યને મજબુત કરે છે. તેથી હું આવા તમામ લોકોથી આશા રાખું છું કે તેઓ આ અર્થહીન વાતો છોડીને મને મારું કાર્ય કરવા દેશે અને પોતે પણ પોતાનું કાર્ય કરે. હું મારા શુભેચ્છકો અને પાર્ટીના તમામ કાર્યકર્તાઓને મારી ચિંતા પૂછવા બદલ અને મારી ચિંતા બદલ આભાર માનું છું. જેમણે આ અફવાઓ ફેલાવી છે, તેમના પ્રતિ મારા મનમાં કોઈ દુર્ભાવના અથવા દ્વેષ નથી. તમારો પણ આભાર."


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube