કોરોનાઃ ઇટાલી, અમેરિકા જેવી ભયાનક સ્થિતિ નહીં, પરંતુ તેનો પણ સામનો કરવા તૈયાર છે ભારત


કોરોના વાયરસે વિશ્વના ઘણા વિકસિત દેશોને પોતાની ઝપેટમાં લઈ લીધા છે. અમેરિકા, ઇટાલી, યૂનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, સ્પેન જેવા દેશોમાં હજારો મોત થયા છે. 

કોરોનાઃ ઇટાલી, અમેરિકા જેવી ભયાનક સ્થિતિ નહીં, પરંતુ તેનો પણ સામનો કરવા તૈયાર છે ભારત

નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોરોના વાયરસ કેર વરસાવી રહેલો કોરોના ભારતમાં લગભગ એટલો ખતરનાક સાબિત ન થાય. અમેરિકા, ઇટાલી, સ્પેન, ફ્રાન્સ જેવા વિકસિત દેશોમાં કોવિડ-19એ લાશોના ઢગલા કરી દીધા છે. પરંતુ ભારતમાં આટલી ભયાનક સ્થિતિ હશે નહીં. કેન્દ્ર સરકારનું અનુમાન આજ કહે છે. સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રી ડો. હર્ષવર્ધન પ્રમાણે, દેશ ખરાબથી ખરાબ સ્થિતિનો સામનો કરવા તૈયાર થઈ ગયો છે. તેમણે કહ્યું કે, ઘણી વિકસિત દેશોમાં જે સ્થિતિ બની, અમે તે પ્રકારની સ્થિતિમાં ભારતને જોઈ રહ્યાં નથી. 

બધા ઇન્ડિકેટર લગાવી રહ્યાં છે આશા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ જાણકારી આપી છે કે છેલ્લા ત્રણ દિવસમાં, કોરોના વાયરસ મામલાનો ડબલિંગ રેટ આશરે 11 દિવસનો રહ્યો છે. છેલ્લા સાત દિવસની વાત કરીએ તો ડબલિંગ રેટ 9.9 દિવસ થઈ જાય છે. શનિવારે હર્ષવર્ધને કહ્યું કે, દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 3.3 ટકા છે જે વિશ્વના સૌથી ઓછા ફેટલિટી રેટ્સમાં સામેલ છે. આ સિવાય ભારતનો રિકવરી રેટ 29.9 ટકા થઈ ગયો છે. હર્ષવર્ધને કહ્યું કે, આ બધા સારા સંકેત છે. 

ભારતે ડિસ્ચાર્જ પોલિસીમાં કર્યો ફેરફાર
વધતા કોરોનાના કેસ વચ્ચે કેન્દ્ર સરકારે દર્દીઓની ડિસ્ચાર્જ પોલિસીમાં ફેરફાર કર્યો છે. હવે સામાન્ય કેસમાં ડિસ્ચાર્જ પહેલા ટેસ્ટિંગની જરૂર રહી નથી. કોરોના દર્દીમાં કોઈ લક્ષણ ન દેખાવા, તેની સ્થિતિ સામાન્ય લાગવા પર 10 દિવસમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી શકાય છે. ડિસ્ચાર્જ બાદ દર્દીએ 14 દિવસની જગ્યાએ 7 દિવસ હોમ આઇસોલેશનમાં રહેવું પડશે. ડિસ્ચાર્જના 14માં દિવસે ટેલિ-કોન્ફરન્સ દ્વારા દર્દીનું ફોલો-અપ લેવામાં આવશે. 

કોરોનાની સારવારના નિયમમાં થયા મોટા ફેરફાર, તમારે જાણવા ખુબ જરૂરી  

ભારતમાં અત્યાર સુધી બે હજાર મૃત્યુ
ભારતમાં શનિવારે સવાર સુધી કોવિડ-19થી સંક્રમિત લોકોની સંખ્યા 59 હજારને પાર પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું, અત્યાર સુધી 1981 લોકોના મૃત્યુ સહિત 59 હજાર 662 લોકો કોવિડ-19થી સંક્રમિત થયા છે. તો સારવાર બાદ કુલ 39 હજાર 384 લોકોને પૂર્ણ સ્વસ્થ થવા પર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દેશમાં સૌથી વધુ કોરોનાના દર્દી મહારાષ્ટ્રમાં છે. અહીં અત્યાર સુધી 19063 કેસ નોંધાયા છે તો 731 લોકોના મૃત્યુ થયા છે. 

વિશ્વભરમાં 2.70 લાખથી વધુ મોત
વિશ્વભરમાં કોવિડ-19થી થયેલા મૃત્યુનો આંકડો 2 લાખ 70 હજારને પાર પહોંચી ગયો છે. કોરોના મામલાની સંખ્યા 40 લાખને પાર પહોંચી ગઈ છે. જોન્સ હોપકિન્સ યૂનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ સાઇન્સ એન્ડ એન્જિનિયરિંગએ આ માહિતી આપી છે. કોરોનાથી સૌથી વધુમોત ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રીમાં થયા છે. અમેરિકા સૌથી વધુ પ્રભાવિત છે. અહીં અત્યાર સુધી 77,180 લોકોના મૃત્યુ થયા છે. તો બ્રિટનમાં 31,316 લોકોના મૃત્યુ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news