`મિશન યૂપી` લખનઉ પહોંચ્યા અમિત શાહ, કહ્યું- સીએમ યોગી રાજ્યમાં લાવ્યા કાયદાનું રાજ
ગૃહમંત્રી અમિત શાહ આજે વારાણસી પણ જશે ત્યાં ભગવાન કાશી વિશ્વનાથના દર્શન પણ કરશે. અમિત શાહ બપોરે લગભગ 3 વાગે મિર્ઝાપુર પહોંચશે.
લખનઉ: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે (રવિવારે) ઉત્તર પ્રદેશના એક દિવસના પ્રવાસે પહોંચ્યા છે. અમિત શાહે લખનઉમાં ફોરેન્સિક ઇન્સ્ટીટ્યૂટનું ભૂમિપૂજન કર્યું. ગૃહ મંત્રી આજે મિર્ઝાપુરમાં વિદ્યાચલ કોરિડોરનો શિલાન્યાસ પણ કરશે. યૂપીને આજે ઘણી ભેટ મળી શકે છે.
તમને જણાવી દઇએ કે ઇન્સ્ટીટ્યૂટના ભૂમિપૂજન દરમિયાન ગૃહમંત્રી સાથે સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા. ગૃહમંત્રીના પ્રવાસને જોતાં લખનઉમાં આકરી વ્યવસ્થા કરવામાં આવી છે. જાણી લો કે આ ફોરેન્સિક ઇંસ્ટીટ્યૂટ લખનઉના સરોજની નગરમાં 50 એકરમાં 207 કરોડના ખર્ચે બનશે. તેમાં 14 લેબ હશે.
Coronavirus ના કેસ ફરી વધ્યા, 24 કલાકમાં સામે આવ્યા 41,831 નવા કેસ, 541 લોકોના મોત
ગૃહમંત્રી અમિત શાહ આજે વારાણસી પણ જશે ત્યાં ભગવાન કાશી વિશ્વનાથના દર્શન પણ કરશે. અમિત શાહ બપોરે લગભગ 3 વાગે મિર્ઝાપુર પહોંચશે.
અમિત શાહે કહ્યું કે કોરોનાકાળના કારણે લાંબા સમયથી યૂપી આવી શક્યો નહી, પરંતુ તમને બધાને મળીને દિલને અપાર આનંદ થયો છે. આજે લોકમાન્ય તિલકની પુણ્યતિથિ પણ છે. હું તેમને નમન કરું છું. તેમના બલિદાનને આગામી પેઢીઓ ભૂલી શકશે નહી.
New RBI Rules: આજથી બદલાઇ ગયા સેલરી, પેંશન અને EMI પેમેન્ટના નિયમ! જાણો શું થશે અસર?
કેંદ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે 2013 થી 2019 સુધી 6 વર્ષ યૂપીમાં મેં પાર્ટી માટે જિલ્લા-જિલ્લાનો પ્રવાસ કર્યો. પહેલાં મહિલાને પ્રતાડિત કરતા હતા, ધોળે દહાડે ગોળીઓ ચલાવવામાં આવતી હતી અને ભૂ માફિયા જમીન હડપી લેતા હતા, પરંતુ 2017 માં ભાજપે વાયદો કર્યો હતો કે કાનૂનનું રાજ લાગશે. આજે હું ગર્વથી કહી શકું કે સીમ યોગીએ દેશમાં સૌથી આગળ યૂપીની કાનૂન વ્યવસ્થાને લઇ જવાનું કામ કર્યું છે.
અમિત શાહે આગળ કહ્યું કે યોજનાઓને બનાવવી સરળ છે, પરંતુ જમીન પર ઉતારવી મુશ્કેલ છે. ભાજપે આ કરીને બતાવ્યું, સામાન્ય લોકોને ફાયદો થયો. ગરીબના ઘરે શૈચાલય બનાવવાની વાત હોય, એકાઉન્ટમાં પૈસા પહોંચાડવાની વાત હોય અથવા અનાજ પહોંચાડવાની વાત હોય, યોગીજીના નેતૃત્વમાં ઘણા બધા કામ થયા છે.
તેમણે કહ્યું ક કોરોનાની બંને લહેરોમાં યોગી સરકારે સૌથી સારું કામ કર્યું. વેક્સીનેશન અને ટેસ્ટિંગમાં પણ યૂપી આગળ છે. અમિત શાહે કહ્યું કે ભાજપનું શાસન કોઇ પરિવાર માટે અથવા કોઇ એક જાતિ માટે નથી. યૂપીની સરકાર પણ ભલાઇ માટે કામ કરી રહી છે. ગૃહમંત્રીએ કહ્યું કે ડીએનએ ટેસ્ટિંગની સુવિધા લખનઉની આ ફોરેન્સિક લેબમાં સૌથી આધુનિક છે. લગભગ 200 કરોડના ખર્ચ ફોરેન્સિક ઇંસ્ટીટ્યૂટને બનાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube