New RBI Rules: આજથી બદલાઇ ગયા સેલરી, પેંશન અને EMI પેમેન્ટના નિયમ! જાણો શું થશે અસર?
1 ઓગસ્ટ એટલે કે આજથી બેકિંગ સેક્ટરમાં ઘણા ફેરફાર થઇ રહ્યા છે. આ સાથે જ સેલરી, પેંશન અને EMI પેમેંટ જેવા જરૂરી ટ્રાંજેક્શન્સ માટે હવે વર્કિંગ ડેઝની રાહ જોવી નહી પડે.
Trending Photos
નવી દિલ્હી: New RBI Rules: 1 ઓગસ્ટ એટલે કે આજથી બેકિંગ સેક્ટરમાં ઘણા ફેરફાર થઇ રહ્યા છે. આ સાથે જ સેલરી, પેંશન અને EMI પેમેંટ જેવા જરૂરી ટ્રાંજેક્શન્સ માટે હવે વર્કિંગ ડેઝની રાહ જોવી નહી પડે. RBI ને National Automated Clearing House (NACH) ના નિયમોમાં સંશોધન કર્યું છે. આ નવા નિયમ હેઠળ હવે હવે તમારો પગાર માટે અથવા પેંશન માટે શનિવાર અને રવિવારે એટલે કે વીકેન્ડના પસાર થવાની રાહ જોવી નહી પડે. આ ફેરફાર 1 ઓગસ્ટ 2021 એટલે કે આજથી લાગૂ થઇ જશે.
હવે વીકેન્ડની રાહ જોવી પડશે નહી
જો મહીનાની પહેલી તારીખ વીકેન્ડ પર આવે છે, તો સેલરીડ ક્લાસને પોતાની સેલરી એકાઉન્ટમાં ક્રેડિટ થવા માટે સોમવાર સુધી રાહ જોવી પડશે. RBI ગવર્નર શક્તિકાંતા દાસ (RBI Governor Shaktikanta Das) એ ગત મહિને જૂનની ક્રેડિટ પોલિસી રીવ્યૂ દરમિયાન જાહેરાત કરી હતી કે ગ્રાહકોની સુવિધાઓને વધારવા માટે અને 24x7 ઉપલબ્ધ રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેંટ (RTGS) નો લાભ ઉઠાવવા માટે, NACH જે અત્યારે બેંકોમાં કાર્ય દિવસોમાં ઉપલબ્ધ છે, તેને અઠવાડિયાના તમામ દિવસો લાગૂ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે, જે 1 ઓગસ્ટ 2021 થી લાગૂ થશે.
સેલરી, પેંશન, EMI હવે વીકન્ડ પર પણ
તમને જણાવી દઇએ કે NACH એક બલ્ક પેમેંટ સિસ્ટમ છે જેને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા (NPCI) સંચાલિત કરે છે. જે ઘણા પ્રકારના ક્રેડિટ ટ્રાંસફર જેમ કે ડિવિડેન્ડ, ઇંટરેસ્ટ, સેલરી અને પેન્શનની સુવિધા આપે છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિકસિટી બિલનું પેમેન્ટ, ગેસ, ટેલિફોન, પાણી લોનના EMI, મ્યુચ્યુઅલ ફંડ રોકાણ અને ઇંશ્યોરન્સ પ્રીમિયમની ચૂકવણીની પણ સુવિધા આપે છે. એટલે કે હવે તમને આ તમામ સુવિધાઓને પ્રાપ્ત કરવા માટે સોમવારથી શુક્રવાર એટલે કે Week Days ની રાહ જોવી પડશે નહી, આ કામ Weekends માં પણ થઇ જશે.
સપ્તાહના તમામ દિવસોમાં મળશે સુવિધાઓ
RBI ના અનુસાર NACH લાભાર્થીઓ માટે ડાયરેક્ટ બેનેફિટ ટ્રાંસફર (DBT) ના એક લોકપ્રિય અને પ્રમુખ ડિજિટલ મોડના રૂપમાં ઉભર્યું છે, જે હાલના સમયમાં COVID-19 દરમિયાન સમયાંતરે અને પારદર્શી રીતે સરકારી સબસિડીના હસ્તાંતરણમાં મદદ કરે છે. હાલમાં NACH ની સેવાઓ ફક્ત તે દિવસોમાં મળે છે જ્યારે બેંકના કામ ચાલુ હોય છે, પરંતુ 1 ઓગસ્ટથી આ સુવિધા સપ્તાહના આ તમામ દિવસોમાં ઉપલબ્ધ હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે