નવી દિલ્હી : એર ઇન્ડિયા મુદ્દે રચાયેલ મંત્રીઓના સમુહનું પુન: ગઠન કરવામાં આવ્યું છે. આ ગ્રુપનું નેતૃત્વ કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહ કરશે. આ પેનલમાંથી કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીની વિદાય થઇ ગઇ છે. આ પેનલ એર ઇન્ડિયાનાં વેચાણની પદ્ધતી અંગે કામ કરશે. આ પેનલમાં અત્યારે ચાર મંત્રી ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, રેલવે મંત્રી પીયુષ ગોયલ અને નાગરિક ઉડ્યન મંત્રી હરદીપ સિંહ પુરીનો સમાવેશ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુર પીડિતો માટે સેલેરી દાન કરી ચુકેલ હિમા દાસે જીત્યો ચોથો ગોલ્ડ, કરી ખાસ અપીલ
સુત્રો અનુસાર હવે નવા રોકાણ મોડલ પર એર ઇન્ડિયા માટે નવા મંત્રીઓ કામ કરશે. મળતી માહિતી અનુસાર આ પેનલનું નામ ઇન્ડિયન સ્પેસિફિક અલ્ટરનેટિવ મેકેનિઝમ રખાશે. આ અગાઉ જુન 2017માં રચના કરવામાં આવી હતી. આ પેનલમાં 5 લોકોનો સમાવેશ થાય છે, જેમનાં નેતૃત્વ તત્કાલીન નાણામંત્રી અરૂણ જેટલી કરી રહ્યા હતા. 


છુટાછેડા લેનાર પતિએ કહ્યું નોકરી નથી, ભરણપોષણ નહી કરિણાયુ આપી દઉ ?
બંગાળમાં ભાજપનું સભ્યપદ અભિયાન: અનેક સિતારાઓના કેસરિયા
અન્ય ચાર સભ્યોમાંથી નાગરિક ઉડ્યન મંત્રી અશોક ગજપતિ રાજુ, રેલવે મંત્રી સુરેશ પ્રભુ, કોલસા મંત્રી પીયુષ ગોયલ અને માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીનાં નામનો સમાવેશ થાય છે. સુત્રો અનુસાર મંત્રીઓનું આ જુથ એર ઇન્ડિયામાં રોકાણ લાવવાની દિશામાં કામ કરશે. નરેન્દ્ર મોદી સરકારનાં બીજા કાર્યકાળમાં બનેલી આ પેનલ સાથે સમુહનાં સૌથી શક્તિશાળી મંત્રીઓમાંથી એક નીતિન ગડકરીને બહાર કરી દેવામાં આવ્યા છે.


કુલભુષણ જાધવ મુદ્દે જરૂર પડશે તો ફરી ICJ માં જઇશું: વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે
આર્થિક સંકટનો સામનો કરી રહેલ જાહેર ક્ષેત્રની વિમાન કંપની એર ઇન્ડિયામાં રોકાણ માટે સરકાર વ્યાપક રીતે તૈયારી કરી રહ્યા છે. તેના માટે સરકાર રોકાણ પ્રક્રિયા ઝડપથી ચાલુ કરશે. 28 જુન 2017ના રોજ એક બેઠકમાં આર્થિક મુદ્દાના મંત્રીમંડળીય સમિતીએ સૈદ્ધાંતિક રીતે એર ઇન્ડિયા અને તેની પાંચ સહાયક કંપનીઓનાં રણનીતિક રોકાણને મંજુરી આપી હતી. 


કુલભૂષણ મુદ્દે ભારતનો વ્યંગ: પાક.ની મજબુરી જેથી નાગરિકોને ખોટુ કહી રહ્યું છે
જેના માટે કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ (CCEA) દ્વારા એર ઇન્ડિયા સ્પેસિફિક અલ્ટરનેટિવ મૈક્નિઝમ (AISAM) ની રચના કરવામાં આવી હતી. બીજી તરફ હવે AISAMનાં રોકાણની પ્રક્રિયાને આગળ વધારવા માટેની ભલાણ કરી છે. સરકાર સાથે ચાલી રહેલા પરિણામ સ્વરૂપ એર ઇન્ડિયાનાં આર્થિક અને સંચાલન પ્રદર્શનમાં સુધારો થયો. AISAMની ભલામણ અનુસાર સરકાર હવે કંપનીમાં રોકાણની પ્રક્રિયાને આગળ વધારશે.