પુર પીડિતો માટે સેલેરી દાન કરી ચુકેલ હિમા દાસે જીત્યો ચોથો ગોલ્ડ, કરી ખાસ અપીલ
અસમના હિમા દાસે યૂરોપીયન મુલાકાતમાં 15 દિવસની અંદર ચોથો ગોલ્ડ કબ્જે કર્યો છે, જો કે તે પોતાનાં રાજ્યમાં પુરથી ખુબ જ ચિંતિત છે
Trending Photos
નવી દિલ્હી : ભારતની યુવા સ્પ્રિંટર હિમા દાસ (Hima Das) એ યૂરોપ મુલાકાત પ્રસંગે પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. તેમણે ત્રણ અઠવાડીયાની અંદર ચોથુ ગોલ્ડ મેડલ જીતી લીધું છે. હિમાએ ચેક ગણરાજ્યમાં ચાલી રહેલ ટાબોર એથલેટિક્સ મીટ (Tabor Athletics Meet) માં 200 મીટરમાં ગોલ્ડ કબ્જે કર્યું છે. તેમણે બુધવારે યોજાયેલી રેસ 23.25 સેકન્ડમાં પુર્ણ કરી. ભારતની જ વી.કે વિસ્મયા (VK Vismaya)23.43 સેકન્ડનાં સમય સાથે બીજા નંબર પર રહી હતી.
બંગાળમાં ભાજપનું સભ્યપદ અભિયાન: અનેક સિતારાઓના કેસરિયા
19 વર્ષની હિમા હાલ યુરોપ ટુર પર છે. તેણે બુધવારે જીત બાદ ટ્વીટ કર્યું કે, આજે 200 મીટરમાં ફરી એક ગોલ્ડ જીતી અને ટાબોરમાં મારો સમય સુધારીને 23.25 સેકન્ડ કર્યો. હિમા આ અગાઉ 2 જુલાઇને વર્ષની પોતાની પહેલી સ્પર્ધા 200 મીટર રેસમાં 23.65 સેકન્ડના સમયમાં ગોલ્ડ જીત્યું હતું. આ રેસ પોલેન્ડમાં યોજાયેલ પોજનાન એથલેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સની હતી. ત્યાર બાદ તેમણે આઠ જુલાઇને પોલેન્ડમાં યોજાયેલ કુંટો એથલેટિક્સ ટુર્નામેન્ટ અને પછી ચેક ગણરાજ્યમાં ક્લાંદો મેમોરિયલ એથલેટિક્સ મીટમાં 200 મીટરની રેસમાં ગોલ્ડ જીત્યું હતું.
કુલભુષણ જાધવ મુદ્દે જરૂર પડશે તો ફરી ICJ માં જઇશું: વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે
હિમા દાસ (Hima Das) ભલે યુરોપમાં ગોલ્ડ જીતી રહી હોય, પરંતુ તેનું ધ્યાન આસામમાં થઇ રહેલા વરસાદ પર જ છે. અસમમાં હાલનાં દિવસોમાં પુરથી પ્રભાવિત છે. હિમાએ પુરની ઝપટે ચડેલા પોતાનાં પ્રદેશને બચાવવા માટે લોકોને મુખ્યમંત્રી રાહત કોષમાં યોગદાન આપવાની અપીલ પણ કરી. તેમણે ટ્વીટ કર્યું, અમારા પ્રદેશ અસમમાં પુરથી સ્થિતી ખુબ જ નાજુક છે. 22માંથી 30 જિલ્લા પ્રભાવિત છે. માટે મોટા કોર્પોરેટ સ્થળ અને લોકોને અપીલ કરવા માંગુ છું કે અમારા રાજ્યની આ મુશ્કેલ સ્થિતીમાં મદદ કરો.
I have contributed my bit and requesting others also to please help people of Assam. #AssamFloods https://t.co/y7ml1EMGzG
— Hima MON JAI (@HimaDas8) July 16, 2019
કુલભૂષણ મુદ્દે ભારતનો વ્યંગ: પાક.ની મજબુરી જેથી નાગરિકોને ખોટુ કહી રહ્યું છે
પોતાની અડધી સેલેરી મદદ માટે આપી
એક સમયે ફુટબોલર બનવાનું સપનું જોનાર હિમા દાસે જણાવ્યું કે, પોતે મુખ્યમંત્રી રાહત કોષમાં યોગદાન આપ્યું છે. સમાચારો અનુસાર હિમાએ ઇન્ડિયન ઓઇલ ફાઉન્ડેશનમાંથી મળતો અડધો પગાર રાહત કોષમાં આપ્યો છે. હિમા દાસ જુનિયર વર્લ્ડ ચેમ્પિયન છે. તેમણે આ વર્ષે એશિયન ગેમ્સમાં એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ પણ જીત્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે