ઝી મીડિયા/બ્યૂરો :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) નો પહેલો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જોકે, બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેઓનો હોસ્પિટલમાંથી રજા અપાશે. 2 દિવસ બાદ અમિત શાહનો બીજો કોરોના ટેસ્ટ કરાશે. બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યા સુધી તેઓ હોસ્પિટલમાં જ રહેશે. બીજેપી સાંસદ મનોજ તિવારીએ ટ્વિટ કરીને આ માહિતી આપી છે. તેઓએ લખ્યું કે, દેશના યશસ્વી ગૃહમંત્રી અમિત શાહનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહે 2 ઓગસ્ટના રોજ ખુદ ટ્વિટ કરીને કોરોનાથી સંક્રમિત થયાની માહિતી આપી હતી. તેઓએ લખ્યું હતું કે, કોરોનાના શરૂઆતી લક્ષણો દેખાવા પર મેં ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારા તબિયત સારી છે, પરંતુ ડોક્ટરની સલાહ પર હું હોસ્પિટલમાં દાખલ થયો છું. મારી અપીલ છે કે, જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે, કૃપા કરીને તમે તમારો ટેસ્ટ કરાવો અને આઈસોલેટ થાઓ. 


અમિત શાહને ગુરુગ્રામના મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં તેમની તબિયત સતત સુધારા પર રહી હતી. 


નવસારીમાં ભાજપ પ્રદેશ પ્રમુખના કાર્યક્રમમાં હોબાળો, વિદ્યાર્થીને બોલાવીને તેનુ સન્માન ન કરાયું


ભારતમાં રેકોર્ડ સ્તર પર કોરોનાના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 21 લાખને પાર પહોંચી ગઈ છે. સ્વાસ્થય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધી 21 લાખ 53 હજાર 11 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. તેમાંથી 43,379 લોકોના મોત થયા છે. જ્યારે કે, 14 લાખ 80 હજાર 884 લોકો સાજા થયા છે. ગત 24 કલાકમાં કોરોનાના વા 64 હજાર 339 નવા કેસ સામે આવ્યા છે. તેમજ મોત 861 થયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર