મુંબઈઃ ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટનું બિગ બિલિયન સેલ શરૂ થવા જઈ રહ્યું છે. જેના કારણે કંપનીની ઘણી જાહેરાતો વાયરલ થઈ રહી છે. આ દરમિયાન, કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચનની એક એડ પણ જોવા મળી હતી, જેમાં તેઓ કંપનીની ઑફર્સ વિશે વાત કરતા જોવા મળે છે. પરંતુ તેમના દ્વારા કહેવામાં આવેલી એક લાઈને બધાને નારાજ કરી દીધા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"આ દુકાન પર નહીં મળે" એક જાહેરાતમાં આ લાઇન બોલવી અમિતાભ બચ્ચન માટે ભારે સાબિત થઈ છે. તેમની પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે અને ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તેઓ લોકો સામે ખોટું બોલ્યું છે અને તેમની વચ્ચે ભ્રમ ફેલાવ્યો છે. આ જાહેરાતની ભારે ટીકા થઈ રહી છે. ચાલો તમને જણાવીએ કે શું છે સમગ્ર મામલો?


 આ બાબતે, CAIT (Confederation of All India Traders) એ કંપની અને અભિનેતા વિરુદ્ધ CCPA (સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી)માં ખોટા દાવા કરવાનો આરોપ લગાવીને ફરિયાદ દાખલ કરી છે.


આ પણ વાંચોઃ લીકર કૌભાંડમાં આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહની ઈડીએ કરી ધરપકડ


CAITએ આ જાહેરાતને દેશના નાના વેપારીઓ વિરુદ્ધ ગણાવી છે. તેમજ જાહેરાત પાછી ખેંચવાની માંગ કરી હતી. એવું કહેવામાં આવ્યું છે કે આ જાહેરાત દ્વારા કંપની અને અભિનેતા બંનેએ ઑફલાઇન દુકાનદારોને અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો છે. તેમજ પ્રજામાં અસમંજસનો માહોલ સર્જાયો છે. 


ફરિયાદકર્તાઓએ ગ્રાહક સુરક્ષા કાયદાની સંબંધિત જોગવાઈઓ હેઠળ ખોટી અથવા ગેરમાર્ગે દોરતી જાહેરાતો માટે ફ્લિપકાર્ટને સજા અને બિગ બી પર 10 લાખ રૂપિયાનો દંડ લાદવાની પણ માંગ કરી છે. ફ્લિપકાર્ટે આ મામલે મોકલેલા મેલનો જવાબ આપ્યો નથી. હજુ સુધી અમિતાભનો સંપર્ક કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે.


આ પણ વાંચોઃ રણબીર કપૂરને EDનું સમન્સ, મહાદેવ ગેમિંગ એપ કેસમાં થશે પૂછપરછ, જાણો વિગત


એડીવિટી ડિલિટ કરી દેવાઈ
CAITના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે CCPAમાં નોંધાવેલી ફરિયાદમાં કહ્યું છે કે કલમ 2(47) હેઠળની વ્યાખ્યા મુજબ, ફ્લિપકાર્ટે અમિતાભ બચ્ચન દ્વારા મોબાઈલની કિંમત વિશે લોકોને ગેરમાર્ગે દોર્યા છે. આ જાહેરખબરમાં કહેવામાં આવ્યું છે કે ફ્લિપકાર્ટ મોબાઈલ પર જે કિંમત પર ઉપલબ્ધ કરાવી શકાય તે કિંમત કોઈપણ ઑફલાઈન વેપારી આપી શકશે નહીં. જેના કારણે તે દુકાનદારોની કમાણી પર અસર થશે. ફ્લિપકાર્ટ તેના પૈસા કમાવવા માટે તેમની સાથે ખોટું કરી રહ્યું છે. ઓફલાઈન શોપ પર પણ અનેક પ્રકારની ઓફર્સ અને ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ફ્લિપકાર્ટે આ જાહેરાતને યુટ્યુબ પર પ્રાઈવેટ કરી દીધી છે. આ જાહેરાત હવે દેખાતી નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube