લીકર કૌભાંડમાં આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહની ઈડીએ કરી ધરપકડ
આમ આદમી પાર્ટીના સંયોજક અને અરવિંદ કેજરીવાલના વિશ્વાસુ ગણાતા રાજ્યસભા સાંસદ સંજય સિંહની ઈડીએ ધરપકડ કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટી સાંસદ સંજય સિંહની ધરપકડ કરવામાં આવી છે. સવારે તેમના ઘરે દરોડા પાડ્યા બાદ આપ નેતાની તપાસ એજન્સીએ ધરપકડ કરી છે.
સંજય સિંહ વિરુદ્ધ કાર્યવાહીને આમ આદમી પાર્ટીએ રાજનીતિક ગણાવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંજ કેજરીવાલે કહ્યું કે ચૂંટણી નજીક આવવા પર ઈડી, સીબીઆઈ, ઈન્કમટેક્સ વિભાગ અને પોલીસ-તમામ એજન્સીઓ સક્રિય થઈ જશે. કાલે પત્રકારો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને આજે સંજય સિંહના પરિસરમાં. આવા ઘણા દરોડો પાડવામાં આવશે, પરંતુ ડરવાની કોઈ વાત નથી.
સંજય સિંહની ધરપકડના સમાચાર સામે આવતા તેમના આવાસ પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભેગા થવા લાગ્યા છે. સંજય સિંહને ઈડી મુખ્યાલય લઈ જવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આજે રાત્રે તે ઈડીના લોકઅપમાં રહેશે. મેડિકલ કરાવ્યા બાદ તેમને ગુરૂવારે સવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
નિવેદન થયા શરૂ
આમ આદમી પાર્ટીના સાસંદ રાઘવ ચડ્ઢાએ કહ્યુ કે આ રાજનીતિથી પ્રેરિત પગલું છે. ભાજપ આગામી વર્ષે ચૂંટણીમાં હારી રહ્યું છે. તેના કારણે ડરી ગયું છે. ડરી ગયેલી ભાજપ સરકાર આવા કામ કરી રહી છે. તેમણે કહ્યું કે ઈડીની રેડમાં એક ફૂટી કોડી મળી નથી, કારણ કે જ્યારે કૌભાંડ થયું નથી તો શું મળશે? ભાજપનો આ છેલ્લો પેંતરો છે, જેનો ઉપયોગ કરી વિપક્ષને ડરાવવા ઈચ્છે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે