#AmitshahonZEE : શું તમે સરદાર પટેલથી પ્રેરિત છો? ગૃહમંત્રીએ આપ્યો જોરદાર જવાબ...
અમિત શાહે જણાવ્યું કે, `સરદાર પટેલ શું, હું પોતે વડાપ્રધાન અને દેશની કરોડો જનતાથી પ્રેરિત છું.` શાહે વધુમાં જણાવ્યું કે, સરદાર પટેલ દેશના પ્રથમ ગૃહમંત્રી રહ્યા છે અને હું પણ એ જ પદ પર છું એટલે લોકો આ પ્રકારની વાતો કરે છે. હું સ્પષ્ટ કરી દઉં કે મારી તેમની સાથે કોઈ સરખામણી શક્ય નથી. તેમણે આ દેશ માટે મોટા-મોટા કામ કર્યા છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે Zee ન્યૂઝ સાથેની એક્સ્લૂસિવ વાતચીતમાં મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી સાથે જમ્મુ-કાશ્મીર, એનઆરસી, પીએમસી બેન્ક કૌભાંડ સહિત અનેક મુદ્દાઓ પર પોતાની વાત રજુ કરી હતી. ઈન્ટરવ્યૂ લઈ રહેલા ZEE ન્યૂઝના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરીએ જ્યારે તેમને પુછ્યું કે, લોકો કહે છે કે તમે દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલથી પ્રેરિત છો.
આ અંગે અમિત શાહે જણાવ્યું કે, 'સરદાર પટેલ શું, હું પોતે વડાપ્રધાન અને દેશની કરોડો જનતાથી પ્રેરિત છું.' શાહે વધુમાં જણાવ્યું કે, સરદાર પટેલ દેશના પ્રથમ ગૃહમંત્રી રહ્યા છે અને હું પણ એ જ પદ પર છું એટલે લોકો આ પ્રકારની વાતો કરે છે. હું સ્પષ્ટ કરી દઉં કે મારી તેમની સાથે કોઈ સરખામણી શક્ય નથી. તેમણે આ દેશ માટે મોટા-મોટા કામ કર્યા છે.
શાહને જ્યારે પુછવામાં આવ્યું કે, 2014-2019 સુધી 'વન મે શો' રહ્યો. બીજા કાર્યકાળમાં શું ટૂ મેન શો છે? આ અંગે ગૃહમંત્રીએ કહ્યું કે, આ બધો મીડિયાનો પ્રોપેગન્ડા છે. સરકાર વડાપ્રધાનના નિર્ણયો અને કેબિનેટથી ચાલે છે. હું જ્યારે સંગઠનમાં હતો ત્યારે પણ ટૂ મેન શોની વાત થતી હતી. પાર્ટીનો અધ્યક્ષ પીએમ મોદી સાથે મળીને સંગઠન ચલાવતો હતો. વડાપ્રધાન મોદી સંગઠન સાથે મળીને સરકાર ચલાવી રહ્યા છે.
#AmitshahonZEE : 'મહારાષ્ટ્રમાં NDAની બે તૃતિયાંશ બહુમતિ સાથે સરકાર બનશે, ફડણવીસ જ બનશે મુખ્યમંત્રી'
અમિત શાહને જ્યારે પુછવામાં આવ્યું કે, તેઓ વર્તમાન સમયમાં ડબલ રોલ (ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ)ને કેવી રીતે મેનેજ કરે છે. આ અંગે તેમણે કહ્યું કે, ડિસેમ્બરમાં તેમની પાસેથી એક પદ લઈ લેવાશે. નવા અધ્યક્ષ આવશે, તેમની પોતાની ક્ષમતા હશે, તે પોતાની જવાબદારીને પોતાની રીતે નિભાવશે.
અમિત શાહને જ્યારે પુછવામાં આવ્યું કે, શું તમે ખુદને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારના સ્વરૂપમાં જુઓ છો. તેમણે તરત જ કહ્યું કે, આ બધી ગઢી કાઢેલી વાતો છે. હું મારી જાતને કોઈ પણ પદની રેસમાં માનતો નથી. પાર્ટીમાં અનેક લોકો મારા કરતાં હોંશિયાર અને વરિષ્ઠ છે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી અનેક વર્ષ સુધી આ જવાબદારી નિભાવતા રહેશે.
જુઓ LIVE TV....