Amravati Murder Case: રાજસ્થાનના ઉદેપુરમાં દરજીની નિર્મમ હત્યા બાદ મહારાષ્ટ્રના અમરાવતીના ઉમેશ કોલ્હે હત્યાકાંડએ આખા દેશને ચોંકાવી દીધો છે. અમરાવતીમાં થયેલી ઉમેશ કોલ્હેની હત્યામાં પણ નૂપુર શર્માના સમર્થનની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ દરમિયાન મૃતક ઉમેશના ભાઇએ હત્યા સાથે જોડાયેલા કેટલાક ખુલાસા કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉમેશના ભાઇનો ખુલાસો
ઉમેશના ભાઇ મહેશ કોલ્હેએ ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથે વાત કરતાં કહ્યું કે 21 જૂનની રાત્રે મારો ભાઇ દુકાન બંધ કરી ઘરે જવાનો તૈયારી કરી રહ્યો હતો. ત્યારે હુમલાવરોએ તેને ઘેરી લીધો. હુમલાવરોએ ઉમેશ પર ચાકુ વડે ઘણા ઘા કર્યા. હું ત્યાં પહોંચું ત્યાં સુધી તેનું મોત થયું હતું. 

Video: ઉદયપુર કાંડના આરોપીની કોર્ટમાં હાજરી વખતે ધોલાઇ, કોર્ટે NIA કસ્ટડીમાં મોકલ્યા


Nupur Sharma Case: પૈગંબર મોહમંદ પર નૂપુર શર્માના નિવેદન બાદ દેશભરમાં થઇ આ 5 મોટી ઘટનાઓ


નિદર્યતાપૂર્વક કરી હત્યા
તમને જણાવી દઇએ કે ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર દરજી કન્હૈયાલાલને થોડા દિવસો પહેલાં જ મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યાઓએ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. હવે મહારાષ્ટ્રના અમરાવતીમાં આવી જ ઘટનાનું પુનરાવર્તનનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. 54 વર્ષીય કેમિસ્ટ ઉમેશ કોલ્હેને નૂપુરના સમર્થનના લીધે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. 



ભાજપ નેતાઓનો ગંભીર આરોપ
સ્થાનિક ભાજપ નેતાઓએ ઉમેશ પ્રહ્લાદરાવ કોલ્હેની હત્યા પર પોલીસને એક પત્ર સોંપ્યો છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમને બદલો લેવા અને એક ઉદાહરણ સ્થાપિત કરવા માટે મારવામાં આવ્યા. પોલીસે ભાજપ નેતાઓના પત્ર વિશે પુષ્ટિ કરી છે. પોલીસે ભાજપ નેતાઓના પત્ર વિશે પુષ્તિ કરી છે. પોલીસે જણાવ્યું કે આ મામલે પ્રાથમિકી દાખલ કરવામાં આવી છે અને છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. 


વોટ્સએપ મેસેજ હત્યાનું કારણ? 
કોલ્હે અમરાવતી શહેરમાં એક મેડિકલ સ્ટોર ચલાવતા હતા. તેમણે કથિત રીતે નૂપુર શર્માના સમર્થનમાં કેટલાક વોટ્સએપ ગ્રુપો પર એક પોસ્ટ શેર કરી હતી. તેમણે ભૂલથી પોસ્ટને એક વોટ્સએપ ગ્રુપમાં શેર કરી હતી જેમાં કેટલાક મુસ્લિમ સભ્ય હતા, જેમાં તેમના ગ્રાહક પણ સામેલ હતા. 



ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
મહારાષ્ટ્ર એટીએસની ટીમ હાલ કેસની તપાસ કરી રહી છે. એટીએસના સૂત્રોએ કહ્યું કે તે આ વાતની તપાસ કરી રહી છે કે શું આ કેસમાં કોઇ આતંકવાદી એંગલ તો નથી. એટીએસ આ વાતની પણ તપાસ કરી રહી છે કે શું ઉદયપુરના આરોપીઓની માફક અમરાવતીના આરોપીઓને પણ આ પેટર્ન ઉપયોગ કરી હતી. પોલીસે ઘટનાને અંજામ આપવા માટે ઉપયોગમાં લેવાયેલા ચાકૂને જપ્ત કરી લીધું છે. પોલીસે ઘટના દરમિયાનના સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે. જેમાં ઘટનાની તસવીરો કેદ છે.