Black Freedom Group in Amravati Murder Case: મહારાષ્ટ્રના અમરાવતીમાં ઉમેશ કોલ્હેની હત્યામાં મોટો ખુલાસો થયો છે. નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવાના કારણે ઉમેશ કોલ્હેની હત્યા સાથે બ્લેક ફ્રીડમ ગ્રુપનું કનેક્શન સામે આવ્યું છે. બ્લેક ફ્રીડમ ગ્રુપથી જ ઉમેશ કોલ્હેની હત્યાના ષડયંત્રની શરૂઆત થઈ. ઉમેશ કોલ્હે અને તેમનો મિત્ર ડો.યુસુફ બંને વોટ્સએપ ગ્રુપ બ્લેક ફ્રિડમ સાથે જોડાયેલા હતા. ઉમેશ કોલ્હેએ નુપુર શર્માના સમર્થનમાં જે પોસ્ટ બ્લેક ફ્રીડમ નાખી તે પછી તો વાયરલ થઈ ગઈ અને તેમના મોતનું કારણ બની. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોટ્સગ્રુપમાં રચાયું ષડયંત્ર
બ્લેકફ્રીડમ વોટ્સએપ ગ્રુપ દ્વારા ઉમેશ કોલ્હેની હત્યાનું ષડયંત્ર રચાયું હતું, જેની આખી કહાની ખુબ જ ચોંકાવનારી છે. ઉમેશ કોલ્હેએ 14 જૂનના રોજ નુપુર શર્માના સમર્થનવાળી પોસ્ટ વોટ્સએપ ગ્રુપ બ્લેક ફ્રીડમમાં નાખી હતી. કોલ્હેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થનવાળી પોસ્ટ 20 જૂનના રોજ ફોરવર્ડ કરી હતી. આ પોસ્ટ કેવી રીતે બ્લેક ફ્રીડમ ગ્રુપથી નીકળીને બહાર આવી અને આરોપીઓના વોટ્સએપ ગ્રુપ સુધી પહોંચી ગઈ. 


સવાલ એ ઉઠે છે કે વોટ્સએપ ગ્રુપ બ્લકે ફ્રીડમમાં એ કઈ વ્યક્તિ હતી જેણે ઉમેશ કોલ્હેના પોસ્ટને હત્યાના આરોપીઓ સુધી વાયરલ કરી. તે વ્યક્તિ બીજો કોઈ નહીં પરંતુ ઉમેશ કોલ્હેનો મિત્ર ડો.યુસુફ હતો અને બંનેની મિત્રતા 15 વર્ષ જૂની હતી. ડો. યુસુફ પણ વોટ્સએપ ગ્રુપ બ્લેક ફ્રીડમનો સભ્ય હતો. 


નુપુર શર્માને સમર્થન કરતા 15 વર્ષ જૂની મિત્રતા તૂટી
ડો. યુસુફ અને ઉમેશ કોલ્હે ખાસ મિત્રો હતા પરંતુ 15 વર્ષ જૂની આ મિત્રતા ઉમેશ કોલ્હેએ નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ ફોરવર્ડ કરી ત્યારબાદ તૂટી ગઈ. પોલીસના જણાવ્યાં મુજબ ડો. યુસુફ જ એ વ્યક્તિ હતો જેણે બ્લેક ફ્રીડમ ગ્રુપમાં ઉમેશ કોલ્હેની પોસ્ટને રહબરિયા ગ્રુપમાં મોકલી દીધી. જેમાં હત્યાકાંડનો મુખ્ય આરોપી ઈરફાન ખાન પણ એડમિન હતો. 


ઉમેશ કોલ્હે અમરાવતી શહેરમા મેડિકલ સ્ટોર ચલાવતો હતો અને પશુઓની સારવારની દવાઓ પણ રાખતો હતો. ડો. યુનુસ પણ વેટરેરી ડોક્ટર છે આથી બંનેમાં સારી મિત્રતા હતી. એકબીજાના ઘરે અવરજવર હતી. પરંતુ આમ છતાં ડો. યુસુફે વર્ષોની મિત્રતા એક પોસ્ટ શેર કરવાના કારણે તોડી નાખી અને મિત્રતાની પીઠમાં ખંજર ભોંકી દીધુ. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube