નવી દિલ્હી : પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે સોમવારે કહ્યું કે, જો નવજોત સિંહ સિદ્ધુ પોતાનું કામ નથી કરવા ઇચ્છતા તો તે અંગે હું કંઇ પણ કરી શકુ નહી. સિંહે કહ્યું કે, સિદ્ધુને પોતાનાં નવા પોર્ટફોલિયોનો સ્વિકાર કરવો જોઇએ. મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકારમાં એક અનુશાસન હોય છે, જે પ્રભાવી રીતે કામ કરે છે. જો કે સિદ્ધુ સાથે સુલહનો કોઇ પ્રયાસ કર્યો છે ? તેવુ પુછાતા તેમણે કહ્યું કે, તેની કોઇ જરૂરિયાત નથી. તેમણે કહ્યું કે, મારો સિદ્ધુ સાથે કોઇ વિવાદ નથી. અને જો સિદ્ધુને મારી સાથે કોઇ સમસ્યા હોય તો તેમણે મારી સાથે વાત કરવી જોઇએ. અમરિંદર સિંહે કહ્યું કે, જો કોઇ મંત્રી કોંગ્રેસ અધ્યક્ષને રાજીનામું મોકલે છે તો તેમાં પણ કોઇ સમસ્યા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભામાં Motor Vehicles Amendment Bill રજુ, કાયદો સહેજ પણ તોડ્યો એટલે હજારોનો દંડ
સિંહે કહ્યું કે, મારો સિદ્ધુ સાથે કોઇ જ વિવાદ નથી. સત્ય છે કે મંત્રીમંડળમાં પરિવર્તન બાદ મે તેમને ખુબ જ મહત્વપુર્ણ વિભાગ સોંપ્યો હતો. મને જણાવવામાં આવ્યું છે કે, તેમણે મારી ઓફીસમાં પત્ર મોકલ્યો છે, તેનો અભ્યાસ કર્યા બાદ જ હું કોઇ પણ ટીપ્પણી કરી શકીશ.


આ મદરેસાનું નામ છે ચાચા નહેરુ, એક જ રૂમમાં બાળકો પૂજા અને અદા કરે છે નમાજ
કલરાજ મિશ્ર હિમાચલ પ્રદેશ અને આચાર્ય દેવવ્રત ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્ત
સિંહે તેમ પણ જણાવ્યું કે, મે ક્યારે પણ શ્રીમતી સિદ્ધુનો વિરોધ નથી કર્યો. ભટિંડા લોકસભા ચૂંટણી લડાવવા માટે રાહુલ ગાંધીને ભલામણ પણ કરી હતી. સિદ્ધુનું કહેવું હતું કે તેમની પત્ની ચંડીગઢથી લડવા માંગે છે. જો કે આ અંગે પાર્ટીએ નિર્ણય લેવાનો હતો. તેમાં મારો કોઇ પણ પ્રકારનો રોલ નહોતો. 


પંજાબ કોંગ્રેસમાં ઉથલપાથલ, સિદ્ધુએ મંત્રી પદેથી રાજીનામું આપતા CM અમરિન્દરે આપ્યું આ નિવેદન
રિપોર્ટરનાં એક સવાલનાં જવાબમાં તેમણે કહ્યું કે, કેબિનેટમાં આ અંગે ચર્ચા થઇ હતી. જો સિદ્ધુ હાઇકમાન્ડે પોતાનું રાજીનામું મોકલે છે તે કોઇ સમસ્યા નથી. અમરિંદરે આજે દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી. વડાપ્રધાન મોદી સાથે મુલાકાત દરમિયાન તેમણે ગુરૂનાનક દેવની 550મી જયંતીના ઉત્સવ સંબંધિત ચર્ચા પણ કરી હતી.