અમૃતસર : અમૃતસર રેલ્વે દુર્ઘટનામાં એક પછી એક ચોંકવનારા તથ્યો સામે આવી રહ્યા છે. પ્રત્યક્ષદર્શીઓનો દાવો છે કે ભીષણ દુર્ઘટના પહેલા પણ બે ટ્રેન આ ટ્રેક પરથી પસાર થઇ ચુકી હતી જો કે કોઇ દુર્ઘટના થઇ નહોતી. તેના કારણે આ બંન્ને ટ્રેનનાં ડ્રાઇવરે સ્પીડ ઘટાડી લીધી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાચાર એજન્સી PTIના અનુસાર 55 વર્ષીય જસવંતે કહ્યું કે, આ પ્લોટમાં રાવણનું પુતળું સળગાવવામાં આવે છે જ્યારે રામલીલા રેલ્વે પાટાઓતી થોડા અંતરે આયોજીત કરવામાં આવે છે. જસવંતે દાવો કર્યો કે, આતશબાજીના અવાજનાં કારણે લોકોને જાલંધરતી અમૃતસર જતા પહેલા પણ બે ટ્રેન પાટા પરથી પસાર થઇ પરંતુ તેમણે પોતાની ટ્રેનની સ્પીડ ઘટાડી દીધી હતી. 

સ્થાનિક લોકોનું કહેવું કહેવું છે કે દશેરા પ્રસંગે રાવણ દહન જોવા માટે 20થી વધારે વર્ષોથી લોકો આસપાસનાં ગામથી રેલ્વે પાટાઓથી માત્ર 50 મીટર દુર જોડા ફાટક પર ખાલી પડેલા મેદાનમાં એકત્રીત થઇ રહ્યા છે. જો કે શુક્રવારે સાંજે બાળકોનાં મુદ્દે વૃદ્ધો સુધી દશેરા ઉત્સવની ખુશી ત્યારે ગમમાં બદલાઇ ગઇ જ્યારે એક ટ્રેનની ઝપટે ચડેલા ઓછામાં ઓછા 61 લોકોનાં મોત નિપજ્યાં. જેઓ ત્યાં રાવણનાં પુતળાનું દહન કરવા માટે એકત્ર થયા હતા. 

સ્થાનિક લોકોએ જણાવ્યું કે, આ દુર્ઘટના શુક્રવારે મોડી સાંજે આશરે 7.10 વાગ્યે થયેલું જ્યારે રાવણ દહન જોઇ રહેલા લોકો પાટા પર ઉભા હતા. એક અન્ય સ્થાનિક નિવાસી બલવિંદરે કહ્યું કે, આ ખાલી પ્લોટ પર 20 કરતા વધારે વર્ષોથી રાવણનું પુતળાનું દહન કરવામાં આવી રહ્યું છે પરંતુ તેની પહેલા આવી કોઇ ઘટના નથી થઇ. 

ઘાયલોને જોવા માટે ગયા અમરિંદર
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે શનિવારે અમૃતસર ટ્રેન દુર્ઘટનાની તપાસ મેજિસ્ટ્રેટ પાસે કરાવવાનો આદેશ આપ્યો અને કહ્યું કે, ચાર અઠવાડીયામાં રિપોર્ટ જમા કરવામાં આવશે. સિંહ હોસ્પિટલ પહોંચ્યા અને આ દુખદ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો અને મૃતકોનાં પરિવારજનો સાથે મુલાકાત કરી.

સિદ્ધુએ કહ્યુ કે પર રાજનીતિ ન થવી જોઇએ.
પંજાબના મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે, ટ્રેનની ઝપટે ચડેલા 61 લોકોનાં મોત એક દુર્ઘટના હતી અને કોઇએ પણ જાનબુઝીને નથી કરવામાં આવ્યું. જો કે તેમણે કહ્યું કે, મોટી લાપરવાહી થઇ અને પોતાનાં આલોચકોને આ મુદ્દે રાજનીતિ નહી કરવા માટે જણાવ્યું છે.