AN-32 વિમાન ક્રેશઃ વાયુસેનાના તમામ મૃત જવાનોના અવશેષોને આજે જોરહાટ એરબેઝ લઈ જવાશે
ભારતીય વાયુસેના દ્વારા આ દુર્ઘટનાની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરી બેસાડવામાં આવી છે, શુક્રવારે વાયુસેનાની ટીમ દુર્ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાંથી વિમાનનું બ્લેકબોક્સ અને દુર્ઘટનામાં માર્યા ગયેલા 13 લોકોનાં અવશેષો એક્ઠા કર્યા હતા
નવી દિલ્હી/ઈટાનગરઃ અરૂણાચલ પ્રદેશમાં 3 જુનના રોજ તુટી પડેલા ભારતીય વાયુસેનાના વિમાન AN-32માં સવાર તમામ 13 લોકોનાં અવશેષોને શુક્રવારે આસામના જોરહાટ એરબેઝ ખાતે લઈ જવામાં આવશે. વાયુસેનાએ જણાવ્યું કે, મૃતકોના અવશેષોને જોરહાટ એરબેઝ સુધી પહોંચાડવા માટે તમામ પ્રકારના પ્રયાસ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે વાયુસેનાની ટીમ દુર્ઘટના સ્થળે પહોંચી હતી અને તેમણે AN-32 વિમાનનું બ્લેક બોક્સ અને કોકપીટ વોઈસ રેકોર્ડર પણ શોધી કાઢ્યું હતું. આ સાથે જ દુર્ઘટનાસ્થળેથી આ વિમાનમાં સવાર તમામ 13 લોકોનાં મૃતદેહના અવશેષોને પણ એક્ઠા કર્યા હતા. બ્લેક બોક્સ મળી જતાં આ દુર્ઘટના કેવી રીતે ઘટી તેનું સાચું કારણ જાણવા મળી શકે છે.
લાપતા AN-32 વિમાન દુર્ઘટનામાં કોઈ જીવીત મળ્યું નથી, તમામ 13નાં મોતઃ વાયુસેના
AN-32ના પાઈલટની પત્ની જોરહાટમાં ATC ખાતે ડ્યુટી પર હતી જ્યારે વિમાનનો રડાર સાથે સંપર્ક તુટ્યો હતો