AN-32ના પાઈલટની પત્ની જોરહાટમાં ATC ખાતે ડ્યુટી પર હતી જ્યારે વિમાનનો રડાર સાથે સંપર્ક તુટ્યો હતો

સંધ્યા જોરહાટના એરબેઝ ખાતે એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC) ઓફિસર તરીકે નોકરી કરતી હતી અને તેણે ફ્લાઈટ લેફ્ટનન્ટ આશિષ તંવર સાથે 2018માં લગ્ન કર્યા હતા 
 

AN-32ના પાઈલટની પત્ની જોરહાટમાં ATC ખાતે ડ્યુટી પર હતી જ્યારે વિમાનનો રડાર સાથે સંપર્ક તુટ્યો હતો

નવી દિલ્હીઃ જોરહાટ ખાતે આવેલા વાયુસેનામાં એર ટ્રાફિક કન્ટ્રોલ ખાતે સંધ્યા તંવર ઓન ડ્યુટી હતી જ્યારે તેના પાઈલટ પતિ આશિષ તંવરના વિમાન AN-32એ એરબેઝ ખાતેથી સોમવારે અરૂણાચલ પ્રદેશના મેનચુકા જવા માટે ટેક ઓફ કર્યું હતું. ટેક ઓફ કર્યાના માત્ર અડધા કલાકના અંદર જ આ વિમાનનો રડાર સાથેનો સંપર્ક તુટી ગયો હતો અને યુવાન સંધ્યા તંવર વાયુસેનાના વિમાન AN-32ના ગુમ થવાના જાણ થઈ હતી. 

જોરહાટના એરબેઝ ખાતે એર ટ્રાફિક કન્ટ્રોલ ઓફિસર (ATCO) તરીકે નોકરી કરતી હતી અને તેણે ફ્લાઈટ લેફ્ટનન્ટ આશિષ તંવર સાથે 2018માં લગ્ન કર્યા હતા. વાયુસેનાએ જણાવ્યું હતું કે, વિમાન જોરહાટ ખાતેથી 12.27 કલાકે જોરહાટ ખાતેથી અરુણાચલ પ્રદેશના શી-યોમી જિલ્લાના મેનચુકામાં આવેલા એડવાન્સ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડ ખાતે જવા માટે ટેક ઓફ કર્યું હતું. તેણે બપોરે 1.00 કલાકે ગ્રાઉન્ડ કન્ટ્રોલ સાથેનો સંપર્ક છોડી દીધો હતો. 

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ફ્લાઈટ લેફ્ટનન્ટ ઓફિસર સંધ્યા એ સમયે ડ્યુટી પર હતી જ્યારે તેના 29 વર્ષના પાઈલટ પતિના વિમાને 12 અન્ય યાત્રા સાથે ટેકઓફ કર્યું હતું. 

આશીષ તંવર હરિયાણાના પલવાલનો છે અને તેણે ડિસેમ્બર, 2013માં ભારતીય વાયુસેના જોઈન કરી હતી. ટ્રેઈનિંગ પુરી કર્યા પછી મે, 2015માં આશિષને જોરહાટ ખાતે ડ્યુટી સોંપવામાં આવી હતી. અહીં તેની મુલાકાત મથુરાની સંધ્યા સાથે થઈ હતી. બંને વચ્ચેની આ મુલાકાત પ્રેમમાં પરિણમી હતી અને તેમણે ફેબ્રુઆરી, 2018માં લગ્ન કર્યા હતા. જોકે, બંનેએ પરિજનોની સંમતિ સાથે લગ્ન કર્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, વાયુસેનાના દુર્ઘટનાગ્રસ્ત વિમાન AN-32માં કુલ 8 ક્રૂ મેન્બર અને 5 મુસાફર સવાર હતા. વાયુસેનાએ ગુરૂવારે એ જાહેરાત કરી હતી કે, તેમાં સવાર તમામ મુસાફરોનાં મોત થયા છે અને કોઈ જીવીત મળ્યું નથી. આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો કાટમાળ અરૂણાચલ પ્રદેશમાં એક પર્વત પર મળી આવ્યો હતો. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news