બિજનૌરઃ ઉત્તર પ્રદેશના બિજનૌરમાં એક એન્જિનિયરિંગ કોલેજના શિક્ષકની એક વિદ્યાર્થીનીને વાંધાજનક મેસેજ મોકલવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક (શહેર) ડૉ પ્રવીણ રંજન સિંહના જણાવ્યા અનુસાર, સ્થાનિક એન્જિનિયરિંગ કોલેજના એક શિક્ષકે એક વિદ્યાર્થીનીને વોટ્સએપ (Whatsapp) પર વાંધાજનક મેસેજ મોકલ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિક્ષકે મોકલ્યું આવ્યું પ્રપોઝલ...
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કૉલેજની એક વિદ્યાર્થીનીએ અંગ્રેજી ભણાવનાર આ શિક્ષક પાસે વૉટ્સએપ પર અભ્યાસ સાથે જોડાયેલી કેટલીક માહિતી માંગી હતી, તો શિક્ષકે પહેલા વિદ્યાર્થીની સાથે મિત્રતા કરવાનો મેસેજ કરીને તેના પર દબાણ કર્યું અને પછી મેસેજ મોકલતી વખતે લખ્યું, ' હું તમારો BF બની શકું છું, વિલયૂ મેરી મી'. જેનો વિદ્યાર્થીની દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

PM મોદીએ ફરી દુનિયામાં વગાડ્યો ડંકો, અમેરિકા અને રશિયાના રાષ્ટ્રપતિને આપી માત


ચેટ વાયરલ થઈ
શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની ચેટના સ્ક્રીનશોટ 13 ડિસેમ્બરે સાર્વજનિક થઇ ગયા હતા. પોલીસે આ ઘટનાની સ્વતઃ સંજ્ઞાન લઈને ગુનો નોંધ્યો છે.


શિક્ષક સામે વિરોધ ચાલુ
વિદ્યાર્થીઓએ આ ઘટનાના વિરોધમાં પ્રદર્શન કર્યું જેના લીધે કોલેજે આરોપી શિક્ષકને હાંકી કાઢ્યો હતો. આ ઉપરાંત એક્શન લેતાં પોલીસે કેસ નોંધીને બુધવારે આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube