હરિદ્વારઃ અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ અને નિરંજની અખાડાના સચિવ નરેન્દ્ર ગિરિએ પોતાના મઠ બાધંબરી ગાદીમાં સોમવારની સાંજે કથિત રીતે આત્મહત્યા કરી લીધી. પરંતુ પોલીસને મૃતદેહ પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળી છે. જાણવા મળી રહ્યું છે કે સ્યુસાઇડ નોટમાં મહંતે પોતાના શિષ્ટ આનંદ ગિરિથી દુખી હોવાની વાત કહી છે. તો ઉત્તરાખંડ પોલીસે તેમના શિષ્ય આનંદ ગિરિને હરિદ્વારમાં કસ્ટડીમાં લઈ લીધા છે. તેમની ધરપકડ કરવા માટે યૂપી પોલીસ હરિદ્વાર માટે રવાના થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરિદ્વારના એસએસપી યોગેન્દ્ર યાદવ પ્રમાણે યૂપી પોલીસ પાસેથી સૂચના મળી હતી કે મહંત નરેન્દ્ર ગિરિએ આત્મહત્યા કરી છે. મહંતના રૂમમાંથી એક સ્યુસાઇડ નોટ મળી છે, જેમાં સંત આનંદ ગિરિનું નામ સામે આવ્યુ છે. આ સૂચના પર હરિદ્વાર પોલીસ એક્ટિવ થઈ હતી. ત્યારબાદ હરિદ્વાર પોલીસની એક ટીમ શ્યામપુરના ગાજાવાલી સ્થિત સંત આનંદ ગિરિના આશ્રમ પહોંચી અને તેમને કસ્ટડીમાં લઈ લીધા છે. જાણવા મળ્યું છે કે યૂપી પોલીસની એક ટીમ આનંદ ગિરિની ધરપકડ કરવા માટે રવાના થઈ છે. 


જાણકારી પ્રમાણે સોમવારે અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીની લાશ બાધંબરી મઠમાં તેમના રૂમમાં નાઈલોનના દોરડા પર લટકેલી મળી હતી. પોલીસને આ વિશે સાંજે 5.20 કલાકે માહિતી મળી હતી. પોલીસ પ્રમાણે બાધંબરી મઠમાં જ્યાં નરેન્દ્ર ગિરીનો મૃતદેહ ફાંસી પર લટકતો મળ્યો, ત્યાં ચારે બાજુથી દરવાજા બંધ હતા. રૂમનો મુખ્ય દરવાજો પણ અંદરથી બંધ હતો. પોલીસે શરૂઆતી તપાસના આધાર પર આત્મહત્યા ગણાવી હતી. પોલીસે તપાસ માટે ફોરેન્સિકની ટીમ પણ બોલાવી છે. હવે ત્યાંથી પૂરાવા શોધવામાં આવશે.


આ પણ વાંચો- મહંત નરેન્દ્ર ગિરીના રૂમમાંથી મળી 7 પેજની સ્યુસાઇડ નોટ, શિષ્ય આનંદ ગિરીનું લખ્યુ નામ


પોલીસે આપ્યું નિવેદન
પ્રયાગરાજ પોલીસે મહંતના નિધન પર એક નિવેદન જાહેર કર્યુ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઘટના સ્થળથી 6-7 પેજની સ્યુસાઇડ નોટ મળી છે. જપ્ત કરાયેલી સ્યુસાઇડ નોટમાં મહંત નરેન્દ્ર ગિરીએ આનંદ ગિરી અને અન્ય શિષ્યોના નામનો ઉલ્લેખ કર્યો છે. તેમણે સ્યુસાઇડ નોટમાં સ્વીકાર્યુ કે તેઓ અનેક કારણોથી પરેશાન હતા અને આ કારણે પોતાનું જીવન સમાપ્ત કરી રહ્યા છે. તેમણે લખ્યુ કે, તે હંમેશા ગર્વની સાથે જીવતા રહ્યા પરંતુ હવે તેના વગર રહી શકશે નહીં.


સ્યુસાઇડ નોટની તપાસ કરી રહી છે પોલીસ
સિંહે કહ્યુ કે ફોરેન્સિક ટીમ સ્યુસાઇડ નોટની તપાસ કરી રહી છે અને મહંતના મૃતદેહનું મંગળવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. તેમણે જણાવ્યુ કે ઘટનાસ્થળ પર ફોરેન્સિક ટીમ અને ડોગ સ્ક્વોડની ટીમ પોતાનું કામ કરી રહી છે. તેમણે કહ્યુ કે, અખાડા પરિષદના પદાધિકારીઓ આવ્યા બાદ મહંત નરેન્દ્ર ગિરિના અંતિમ સંસ્કારનો નિર્ણય લેવામાં આવશે. સિંહે કહ્યુ કે, મહંતે પોતાના પત્રમાં સમાધિ બનાવવાનો પણ ઉલ્લેખ કર્યો છે, જેના પર અખાડા પરિષદના પદાધિકારી નિર્ણય કરશે. તેમણે કહ્યુ કે, મગંતના નિધનની સૂચના મુખ્યમંત્રી કાર્યાલયને પણ આપવામાં આવી છે. કાલે પ્રોટોકોલ આવ્યા બાદ માહિતી મળશે કે કોણ-કોણ અહીં આવી રહ્યું છે. 


આ પણ વાંચોઃ પંજાબમાં કમાન સંભાળતા વિવાદોમાં ઘેરાયા CM Charanjit Singh Channi, મહિલા આયોગે પદ પરથી હટાવવાની માંગ કરી


શિષ્ય આનંદ ગિરિનો આરોપ - એક મોટું ષડયંત્ર છે
ઉત્તરાખંડ પોલીસે કસ્ટડીમાં લેતા પહેલા મહંતના શિષ્ય આનંદ ગિરીએ મહારાજના મૃત્યુને ષડયંત્ર ગણાવ્યું છે. આનંદે દાવો કર્યો હતો કે નરેન્દ્ર ગિરિનું મૃત્યુ સામાન્ય નથી, મોટું ષડયંત્ર થયું છે. હમણાં હું હરિદ્વારમાં છું, હું મંગળવારે પ્રયાગરાજ પહોંચીશ અને જોઉં છું કે શું સાચું છે. નરેન્દ્ર ગિરી સાથેના વિવાદો અંગે આનંદ ગિરીએ કહ્યું કે, 'મને મઠની જમીનનો વિવાદ હતો, તેની સાથે નહીં.' આનંદ ગિરીએ કહ્યું, 'ઘણા લોકો શંકાના દાયરામાં છે, તેઓએ નરેન્દ્ર ગિરિને મારી વિરુદ્ધ કરી દીધા છે.'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube