મહંત નરેન્દ્ર ગિરીના રૂમમાંથી મળી 7 પેજની સ્યુસાઇડ નોટ, શિષ્ય આનંદ ગિરીનું લખ્યુ નામ
જાણકારી પ્રમાણે સોમવારે અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીની લાશ બાધંબરી મઠમાં તેમના રૂમમાં નાઈલોનના દોરડા પર લટકેલી મળી હતી. પોલીસને આ વિશે સાંજે 5.20 કલાકે માહિતી મળી હતી.
Trending Photos
પ્રયાગરાજઃ અખાડા પરિષદના અધ્યક્ષ મહંત ગિરીના મોત બાદ તેમના રૂમમાં સર્ચ દરમિયાન એક સ્યુસાઇડ નોટ મળી છે. સ્યુસાઇડ નોટમાં તેમના એક શિષ્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેણે મહંત નરેન્દ્ર ગિરીને માનસિક રીતે પરેશાન કર્યા હતા. પોલીસ હવે તે શિષ્યને લઈને તપાસમાં લાગી છે.
જાણકારી પ્રમાણે સોમવારે અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીની લાશ બાધંબરી મઠમાં તેમના રૂમમાં નાઈલોનના દોરડા પર લટકેલી મળી હતી. પોલીસને આ વિશે સાંજે 5.20 કલાકે માહિતી મળી હતી.
પોલીસ પ્રમાણે બાધંબરી મઠમાં જ્યાં નરેન્દ્ર ગિરીનો મૃતદેહ ફાંસી પર લટકતો મળ્યો, ત્યાં ચારે બાજુથી દરવાજા બંધ હતા. રૂમનો મુખ્ય દરવાજો પણ અંદરથી બંધ હતો. પોલીસે શરૂઆતી તપાસના આધાર પર આત્મહત્યા ગણાવી હતી. પોલીસે તપાસ માટે ફોરેન્સિકની ટીમ પણ બોલાવી છે. હવે ત્યાંથી પૂરાવા શોધવામાં આવશે.
પોલીસે આપ્યું નિવેદન
પ્રયાગરાજ પોલીસે મહંતના નિધન પર એક નિવેદન જાહેર કર્યુ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઘટના સ્થળથી 6-7 પેજની સ્યુસાઇડ નોટ મળી છે. જપ્ત કરાયેલી સ્યુસાઇડ નોટમાં મહંત નરેન્દ્ર ગિરીએ આનંદ ગિરી અને અન્ય શિષ્યોના નામનો ઉલ્લેખ કર્યો છે. તેમણે સ્યુસાઇડ નોટમાં સ્વીકાર્યુ કે તેઓ અનેક કારણોથી પરેશાન હતા અને આ કારણે પોતાનું જીવન સમાપ્ત કરી રહ્યા છે. તેમણે લખ્યુ કે, તે હંમેશા ગર્વની સાથે જીવતા રહ્યા પરંતુ હવે તેના વગર રહી શકશે નહીં.
વસીયતનામુ
મહંત નરેન્દ્ર ગિરીએ પોતાની સ્યુસાઇડ નોટમાં લખ્યુ છે કે આશ્રમ વિશે શું કરવાનું છે અને વસીયસ નામું પણ લખ્યું છે. વસીયતનામામાં લખ્યું છે કે કોનું ધ્યાન રાખવાનું છે. સ્યુસાઇટ નોટમાં તેમણે લખ્યું કે મેં આત્મહત્યા કરી છે, કારણ કે તેઓ પોતાના શિષ્યથી દુખી હતા.
શું હતો ગુરૂ-શિષ્યમાં વિવાદ?
નરેન્દ્ર ગિરીનો પોતાના શિષ્ય આનંદ ગિરી સાથે વિવાદ ચાલી રહ્યો હતો. આનંદ ગિરી પર પરિવાર સાથે સંબંધ રાખવા અને મઠ-મંદિરના ધનના દુરૂપયોગના મામલામાં કાર્યવાહી થઈ હતી. અખાડા, મઠ અને મંદિરમાંથી સસ્પેન્ડ કર્યા બાદ આનંદ ગિરી પોતાના ગુરૂ નરેન્દ્ર ગિરી વિરુદ્ધ સતત નિવેદન આપી રહ્યા હતા. ત્યારબાદ અખાડા પરિષદે આ મુદ્દા પર એક બેઠક બોલાવી હતી. સાધુ-સંતોની સૌથી મોટી સંસ્થા અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીએ ગુરૂ પૂર્ણિમાના દિવસે આનંદ ગિરીને માફ કર્યા બાદ મંદિરમાં પ્રવેશની મંજૂરી આપી હતી. પરંતુ ત્યારબાદ પણ આનંદ ગિરીને તેનો જૂનો અધિકાર ન મળ્યો. માત્ર બાધંબરી ગાદી મઠ અને મોટા હનુમાન મંદિરમાં આવવા પર પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે