ઈંદોર : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ હાલમાં મધ્યપ્રદેશના રાજ્યપાલની જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓ છેલ્લા થોડા સમયથી પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં છે. આનંદીબહેન ફરી વિવાદમાં આવ્યા છે અને આ વખતે તેમણે શહેરી માતાઓ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે નવા જમાનાની શહેરી માતાએ હજુ પણ એવા ભ્રમમાં છે કે સ્તનપાન કરાવવાથી તેમનું ફિગર બગડી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે કાશ્મીરમાં આતંકીઓને પડશે બરાબર દંડા, પોલીસ પ્રમુખે જણાવ્યું અંદરનું કારણ


આનંદીબેને કાશીપુરી સ્થિત આંગણવાડી કેન્દ્રમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું, “હવે શહેરની છોકરીઓને એવું લાગે છે કે તેમનું ફિગર બગડી જશે. માટે તેઓ બાળકોને પોતાનું દૂધ નથી પીવડાવતી. તેઓ બોટલથી દૂધ પીવડાવવા લાગી છે. જો બાળકોને બોટલથી દૂધ પીવડાવશો તો જે રીતે બોટલ ફૂટી જાય છે, રીતે બાળકનું નસીબ ફૂટી જશે.”


આનંદીબહેને સલાહ આપતા કહ્યું છે કે ગર્ભવતી મહિલાઓ અને માતા-બાળકના સ્વાસ્થ્ય માટે યોગ્ય અને પૌષ્ટિક આહાર જરુરી છે. તેમણે ગર્ભવતી મહિલાઓને સલાહ આપી કે તેઓ સરકારી યોજનાઓનો લાભ ઉઠાવવા માટે આંગણવાડી કેન્દ્રમાં પોતાની નોંધણી કરાવે. તેમણે મહિલાઓને કેન્દ્ર સરકારની વડાપ્રધાન ઉજ્જવલા યોજનાનો લાભ ઉઠાવવા માટે પણ પ્રોત્સાહિત કર્યા.


આ પહેલા મધ્યપ્રદેશના એક સરકારી કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીને અવિવાહિત ગણાવીને નિવેદન આપ્યું હતું કે તેમણે વિવાહ નથી કર્યા, તે તો ખ્યાલ છે ને તમને. નરેન્દ્ર ભાઈએ લગ્ન નથી કર્યા. આનંદીબેનની આ વાત સામે વડાપ્રધાન મોદીના પત્ની જશોદાબહેને વિરોધ નોંધાવ્યો હતો.


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...