નવી દિલ્હી: આંધ્ર પ્રદેશમાં કથિત રીતે સેનિટાઇઝર પીવાથી ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે. આ વાતની જાનકારી પ્રકાશમ જિલ્લાના એસપી સિદ્ધાર્થ કૌશલે આપી હતી. કુરિચેડૂ મંડળના મુખ્યાલયની મુલાકાત માટે આવેલા એસપીએ જણાવ્યું કે મૃતક ઘણા દિવસોથી સેનિટાઇઝને પાણી અથવા અન્ય પેય પદાર્થમાં મિક્સ કરીને પી રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસપીએ કહ્યું કે આ વાતની તપાસ કરવામાં આવી છે કે આ સેનિટાઇઝરમાં કોઇ અન્ય ઝેરી વસ્તુ મિક્સ કરીને પીવામાં તો આવતી નથી. એસપીએ જણાવ્યું કે તેમના પરિવારના લોકોનું કહેવું છે કે આ તમામ મૃતક ગત 10 દિવસોથી સેનિટાઇઝર પી રહ્યા હતા. 


તમને જણાવી દઇએ કે જે વિસ્તારમાં આ ઘટના થઇ છે તે હાલ કંન્ટેનમેન્ટ ઝોનમાં આવે છે. અહીંયા કોરોના વાયરસના ઘણા દર્દી મળી આવ્યા છે. લોકડાઉનના લીધે વિસ્તારમાં દારૂની દુકાનો બંધ કરી દેવામાં આવી હતી. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે દારૂની લત હોવાથી સેનિટાઇઝર પી રહ્યા હતા કારણ કે તેમાં પણ આલ્કોહોલની માત્રા હોય છે. 


એક સ્થાનિક મંદિર પાસે બે ભિખારી આ ઘટનાના સૌથી પહેલાં શિકાર બન્યા છે. તો ત્રીજાનું મોત સરકારી હોસ્પિટલમાં થયું છે. આ ત્રણેય મોત ગુરૂવારે થયા હતા. તો બીજી તરફ બાકી 6ના મોત શુક્રવારે થયા છે. આ તમામની હાલત સેનિટાઇઝ પીધા બાદ હાલત બગડી હતી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube