હૈદરાબાદ: આંધ્ર પ્રદેશ (Andhra Pradesh)  વિધાનસભામાં આજે એક મહત્વનું બિલ પાસ થયું. મહિલાઓ અને માસૂમ બાળકો વિરુદ્ધના ગુનાઓ અંગેના આ દિશા બિલ મુજબ દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મ (Gang Rape) ના દોષિતોને મોતની સજા આપવાની છૂટ છે અને આ મામલાની સુનાવણી 21 દિવસની અંદર ખતમ કરવી પડશે. આ પ્રકારનું બિલ પાસ કરનાર આંધ્ર પ્રદેશ પ્રથમ રાજ્ય બન્યું છે. નોંધનીય છે કે હૈદરાબાદમાં મહિલા ડોક્ટરના ગેંગરેપ અને ત્યારબાદ હત્યા તથા મૃતદેહને બાળી મૂકવાની ઘટનાના કારણે સમગ્ર રાજ્ય અને દેશમાં આક્રોશ હતો. ત્યારબાદ આંધ્ર પ્રદેશે આ પગલું ભર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોક્સો એક્ટ હેઠળ રેપના દોષિતો માટે દયા અરજી ન હોવી જોઈએ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ


દિશા બિલને  Andhra Pradesh Criminal Law (Amendment) Act 2019 આંધ્ર પ્રદેશ ક્રિમિનલ લો (સંશોધન એક્ટ) 2019 પણ કહેવામાં આવે છે. આ બિલ મુજબ રેપ અને ગેંગરેપના અપરાધીઓ માટે ટ્રાયલ ઝડપ કરવાની, 21 દિવસની અંદર ટ્રાયલ પૂરી કરીને સજા આપવાની તથા મોતની સજા આપવાની પણ જોગવાઈ છે. 


હૈદરાબાદ: એન્કાઉન્ટરની એ 30 મિનિટ, જેમાં 4 આરોપીઓ ઠાર...પોલીસ કમિશનરે જણાવી એક એક વિગત


અત્રે જણાવવાનું કે રાજ્યના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી (Y. S. Jaganmohan Reddy) એ અગાઉ કહ્યું હતું કે આવા કેસોમાં દોષિતોને 21 દિવસની અંદર સજા મળે તેવો કાયદો બનાવીને મહિલાઓની સુરક્ષા અંગેના પગલાં સુનિશ્ચિત કરીશું. આ માટે બુધવારે રાજ્યના મુખ્યમંત્રી વાયએસ જગન રેડ્ડીના નેતૃત્વમાં કેબિનેટે દિશા બિલ પાસ પણ કર્યું હતું. હાલના કાયદામાં આવા મામલાઓમાં કેસ ચલાવવા માટે ચાર મહિનાનો સમય અપાય છે. 


UPના સંભલમાં મહિલા સાથે દુષ્કર્મ બાદ મંદિરના હવનકુંડમાં જીવતી સળગાવી


 Andhra Pradesh Disha Act 2019ની મહત્વની વાતો...


1. કેસમાં જો પૂરતા પુરાવા હોય તો દોષિતોને મોતની સજાની જોગવાઈ. 
2. ટોટલ જજમેન્ટનો સમયગાળો ગુનો થયો હોય તે દિવસથી લઈને 21 દિવસ. એટલે કે 21 દિવસમાં ટ્રાયલ પૂરી કરવાની સાથે સાથે મોતની સજાની પણ જોગવાઈ. બિલમાં આઈપીસીની કલમ 354માં સંશોધન કરીને નવી કલમ 354 (ઈ) બનાવવામાં આવી છે. 
3. કેસમાં તપાસ 7 દિવસમાં પૂરી (Working Days) કરવી અને ટ્રાયલ 14 દિવસમાં પૂરી કરી લેવી. જેથી કરીને 21 દિવસમાં સજા મળી જાય. 
4. દુષ્કર્મ ઉપરાંત રાજ્ય સરકારે બાળકો સામેના જાતિય સતામણીના ગુનાઓમાં પણ આજીવન કેદની સજાની જોગવાઈ કરેલી છે. 


આ VIDEO પણ ખાસ જુઓ...

Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


 દેશના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....