નવી દિલ્હી: દેશભરમાં ડુંગળી (Onion) ના વધતા ભાવોએ હાહાકાર મચાવ્યો છે. આંધ્ર પ્રદેશના વિજયનગરમમાં આજે ડુંગળી માટે ભાગદોડ મચી ગઈ. આ ભાગદોડમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. લોકોને જ્યારે ખબર પડી કે બજારમાં ડુંગળી આવી છે તો તેઓ બજારના ગેટ પર આવીને ભેગા થઈ ગયાં. લોકોએ બજારનો ગેટ પણ તોડી નાખ્યો અને ત્યારબાદ જે ભાગદોડ મચી તેમાં અનેક લોકો ઘાયલ થયાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બાજુ દિલ્હીમાં ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) મંત્રીઓના સમૂહ સાથે આજે બેઠક યોજી. સરકાર સંગ્રહખોરો પર કાર્યવાહીની વાત કરી રહી છે. એક અધિકૃત સૂત્રએ જણાવ્યું કે ગૃહમંત્રીની અધ્યક્ષતામાં આજે મંત્રીમંડળની બેઠક થઈ. જેમાં ડુંગળીના વધતા ભાવને રોકવા માટે સરકાર દ્વારા હાથ ધરાયેલા ઉપાયો પર ચર્ચા થઈ. સૂત્રએ જણાવ્યું કે બેઠકમાં ગ્રાહકોના મામલા, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી રામવિલાસ પાસવાન, કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલ તથા અનેક વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. જેમાં કેબિનટે સચિવ રાજીવ ગૌબા અને વડાપ્રધાનના સલાહકાર પી કે સિન્હા પણ સામેલ હતાં. 


કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે આ શું બોલી ગયા, 'હું શાકાહારી છું, ડુંગળીની સ્થિતિ શું છે મને નથી ખબર'


ડુંગળી પર નેતાઓના નિવેદને દાઝ્યા પર ડામ આપ્યા
ડુંગળીના ભાવ જનતાને રોવડાવી રહી છે ત્યાં સરકારમાં બેઠેલા મંત્રીઓ અને સાંસદોને મજાક સૂજી રહી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે ડુંગળીના વધતા ભાવો પર ચોંકાવનારું નિવેદન આપ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) ડુંગળીના ભાવને કાબુમાં રાખવા માટે સરકાર તરફથી ઉઠાવવામાં આવેલા પગલા અંગે સંસદમાં જાણકારી આપી પરંતુ આ બધા વચ્ચે એક સભ્યએ તેમના પર કટાક્ષ કર્યો તો નાણામંત્રીએ ડુંગળીના ભાવને લઈને એવું નિવેદન આપ્યું કે બધા ચોંકી ગયા હતાં. તેમણે કહ્યું હતું કે હું એવા પરિવારમાંથી આવું છું કે જ્યાં ડુંગળી સાથે બહુ કોઈ નાતો નથી. તેમણે કહ્યું કે તેઓ ડુંગળી લસણ બહુ ખાતા નથી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube