અમરાવતી: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં સોમવારે મોડી રાતે ટ્રેનની ઝપેટમાં આવી જવાથી 5 મુસાફરોના મોત થઈ ગયા. જ્યારે અનેક લોકો ઘાયલ થયાના અહેવાલ છે. ઘાયલો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાંથી એકની હાલત ગંભીર છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનરેડ્ડીએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અકસ્માત આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના બટુવા ગામમાં સોમવારે રાતે થયો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ મૃતક મુસાફર ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે અચાનક તેમાંથી ધૂમાડો નીકળતો જોયો અને આ દરમિયાન ચેન પુલિંગ કર્યું. ત્યારબાદ તેઓ ટ્રેનમાંથી ઉતરીને ટ્રેક પર ઊભા રહી ગયા. બરાબર તે જ વખતે વિરુદ્ધ દિશામાંથી અન્ય એક ટ્રેન કોણાર્ક એક્સપ્રેસ આવી અને તેમને કચડીને જતી રહી. આ ટ્રેન ભુવનેશ્વરથી વિશાખાપટ્ટનમ જઈ રહી હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube