વિશાખાપટ્ટનમ: દવા કંપનીમાં ગેસ લીક થતા 2 લોકોના મોત, વિસ્તારમાં અફરાતફરી મચી
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં ફરી એકવાર ગેસ લીકેજની ઘટના ઘટી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
વિશાખાપટ્ટનમ: આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં ફરીથી ગેસ લીક થવાની ઘટના ઘટી. દવા કંપનીમાં ગેસ લીકેજના કારણે કંપનીમાં કામ કરતા બે કર્મચારીઓના મોત થયા છે. જ્યારે 4 લોકોને હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ ઘટના વિશાખાપટ્ટનમના પરવડા વિસ્તારની છે. જે ફાર્મા કંપનીમાં આ ગેસ લીકેજની ઘટના ઘટી તેનું નામ Sainar Life Sciences છે. વિશાખાપટ્ટનમના જિલ્લા કલેક્ટર વિનય ચંદ અને એસપી આર કે મીના અન્ય અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અધિકારીઓનું કહેવું છે કે હાલાત હાલ નિયંત્રમણમાં છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube