નવી દિલ્હી: જ્યોતિષ ચમત્કાર નથી પરંતુ એક પ્રકારની વિદ્યા છે અને અભિજ્ઞ આનંદ (Abhigya Anand) કોઈ જાદૂગર નથી પરંતુ જ્યોતિષી છે. ઉમરને પ્રતિભા સાથે કોઈ લેવાદેવા નથી. આજે 14 વર્ષની ઉંમરના આ ભારતીય બાળ જ્યોતિષીને આખી દુનિયા જાણે છે અને તેના લીધે તે વિશ્વખ્યાતિ મેળવી રહ્યો છે. આ બાળ જ્યોતિષીએ આજથી દોઢ વર્ષ પહેલા ચોંકાવનારી ભવિષ્યવાણી કરી હતી અને કહ્યું હતું કે વર્ષ 2020માં થશે વાયરસ અને મનુષ્યો વચ્ચે યુદ્ધ!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાચુ પડી રહ્યું છે અભિજ્ઞનું કથન
અભિજ્ઞ આનંદે  કહ્યું હતું કે મે માસની 3 તારીખથી આ મહામારીનો ખાતમો શરૂ થઈ જશે. તેની આ વાત પણ સાચી નીકળી. તેની અસર જોવા મળી રહી છે. અને એક દિવસમાં જ કોરોનાથી રાહતની દિશામાં શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગે છે. હવે એ વાતની રાહ જોવાઈ રહી છે કે 5 સપ્ટેમ્બર ક્યારે આવશે જેથી કરીને કોરોના વાયરસ સંપૂર્ણપણે ખતમ થઈ જાય. જેમ કે અભિજ્ઞએ કહ્યું હતું. ભારતમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા એક લાખ અડસઠ હજારને પાર જતી રહી છે. પરંતુ હવે આ મામલે રાહતના સંકેત જોવા મળી રહ્યાં છે. દુનિયાના તમામ દેશોમાં રિકવરી કેસ વધવા લાગ્યા છે અને આજની તારીખમાં કોરોના (Corona virus) ના મોતના કેસ ઘટતા જોવા મળી રહ્યાં છે. 


ભારતનો આ બાળજ્યોતિષ ખુબ જ ચર્ચામાં, કોરોના અંગે કરી હતી સચોટ ભવિષ્યવાણી, આ તારીખે મળશે મુક્તિ!


મળી રહ્યાં છે રાહતના સમાચાર?
જ્યાં દેશમાં કોરોનાના મૃતકોનો આંકડો 4700થી ઉપર જઈ રહ્યો છે ત્યાં રિકવર થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. અત્યાર સુધીમાં કુલ એક્યાસી હજારથી વધુ લોકોને હોસ્પિટલમાંથી રજા મળી છે. જે સારા સંકેત મળી રહ્યાં છે. અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ જાહેરાત પણ કરી છે કે ત્યાં કોરોનાના દર્દીઓ મોટી સંખ્યામાં ઠીક થઈ રહ્યાં છે અને તેમને હોસ્પિટલમાંથી રજા મળી રહી છે. આંકડા પર નજર ફેરવીએ તો દેશમાં સાજા થનારાઓની સંખ્યામાં ગુરુવારથી છેલ્લા બે દિવસમાં 11000થી વધારે કેસનો વધારો થયો છે. એટલું જ નહીં હોસ્પિટલોમાં સારવાર કરાવી રહેલા કોવિડ 19ના દર્દીઓમાં પણ પાંચ હજારથી વધુનો ઘટાડો થયો છે અને હવે તે ઘટીને લગભગ 82000 રહી ગયા છે. 


જાણો જ્યોતિષ અભિજ્ઞ આનંદ વિશે
ચાર મહિના અગાઉ કોરોના પર કોઈ પણ ભવિષ્યવાણી કોઈ સાચુ માનતું જ નહતું કારણ કે કોરોના આખરે શું છે તે દુનિયામાં એક ટકા લોકોને પણ ખબર નહતી. અને ચાર મહિના પહેલા જો કોઈએ કોરોનાની આહટને ઓળખી લીધી હોય તો તે વિશેષ વ્યક્તિને અતિ વિશેષ કહેવા જ પડે. ભારતમાં આ અતિ વિશેષ વ્યક્તિ એક ચૌદ વર્ષનો બાળક છે જે હવે દુનિયાના જાણીતા જ્યોતિષ વિષારદ છે. હવે અભિજ્ઞ આનંદને લોકો 'કોરોના જ્યોતિષ'ના નામથી પણ ઓળખવા લાગ્યા છે. 


કોરોનાકાળમાં અમેરિકન જ્યોતિષની ભવિષ્યવાણી, ચીન-અમેરિકા, ભારત વિશે જે કહ્યું તે ખાસ જાણો


બહુમુખી પ્રતિભાના ધની છે અભિજ્ઞ
મૂળ કર્ણાટકના રહીશ અભિજ્ઞાન આનંદ વિશ્વના સૌથી ઓછી ઉમરના જ્યોતિષી, વાસ્તુવિદ અને સોનાના મૂલ્યના વિશ્લેષક છે. તેઓ પોતાના વિશેષ વિષય અર્થાત આયુર્વેદિક માઈક્રોબાયોલોજીના સૌથી યુવા પોસ્ટ ગ્રેજ્યુએટ છે.  એ જ રીતે વાસ્તુ શાસ્ત્રમાં પોતાની સ્નાતક અર્થાત ગ્રેજ્યુએશનની ડિગ્રીને પણ તેઓ સૌથી ઓછી ઉમરે મેળવનારા વિદ્યાર્થી છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube