શરજિલનો વધુ એક વીડિઓ વાયરલ, દિલ્હીમાં તેની વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ
સોશિયલ મીડિયામાં વિવાદિત વીડિઓમાં શરજિલ ઇમામ હિન્દુસ્તાનથી આસામને અલગ કરવા અને ભડકાઉ ભાષણ આપતો જોવા મળી રહ્યો છે. હવે તેની ધરપકડની કવાયત કરવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ અલીગઢ પોલીસે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના વિદ્યાર્થી નેતા શરજિલ ઇમામની ધરપકડના પ્રયત્નો તેજ કરી દીધા છે. વિવાદિત વીડિઓ વાયરલ થયા બાદ અલીગઢ પોલીસ શરજિલ ઇમામની ધરપકડમાં લાગી ગઈ છે અને બે ટીમ દિલ્હી રવાના થઈ ગઈ છે.
સોશિયલ મીડિયામાં વિવાદિત વીડિઓમાં શરજિલ ઇમામ હિન્દુસ્તાનથી આસામને અલગ કરવા અને ભડકાઉ ભાષણ આપતો જોવા મળી રહ્યો છે. હવે તેની ધરપકડની કવાયત કરવામાં આવી રહી છે.
દિલ્હીમાં પણ એફઆઈઆર દાખલ
આ વચ્ચે દિલ્હી પોલીસે પણ શરજિલ ઇમામના નિવેદન વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. શરજિલ ઇમામ પર આઈપીસીની કલમ 124 એ, 153 એ અને 505 એ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
દેશ વિરોધી ભાષણ માટે કલમ 124 એ હેઠળ દેશદ્રોહનો મામલો દાખલ કરવામાં આવ્યો છે. ઇમામ પર આરોપ છે કે તેણે 13 જાન્યુઆરીએ શાહીન બાગમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું. ઇમામ પર દિલ્હી સિવાય અલીગઢ અને આસામમાં પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
કોંગ્રેસે મોદીને મોકલી બંધારણની કોપી, વડાપ્રધાને આપવા પડશે 170 રૂપિયા
શરજિલનો નવો વીડિઓ
શરજિલનો નવો વીડિઓ સામે આવ્યો છે જે દિલ્હીના જમિયાનો છે. આ વીડિઓમાં તે કહી રહ્યો છે કે અમારી ઈચ્છા અને આકાંક્ષા છે કે દિલ્હીમાં ચક્કાજામ થાય, દિલ્હી જ નહીં વિશ્વમાં ચક્કાજામ થાય જે શહેરમાં મુસલમાન કરી શકે છે. દિલ્હી પોલીસે આ વીડિઓને લઈને એફઆઈઆર દાખલ કરી છે.
તે આગળ કહે છે કે મુસલમાન હિન્દુસ્તાનના ઘણા શહેરોમાં ચક્કાજામ કરી શકે છે. શું મુસલમાનોમાં એટલી તાકાત નથી કે ઉત્તર ભારતના શહેરોને બંધ કરી શકે. તે આગળ કહે છે કે યૂપીના શહેરોમાં મુસલમાનોની વસ્તી 30 ટકા છે, અરે ભાઈ શરમ કરો. 30 ટકાની ઉપર તો શહેર કેમ ચાલી રહ્યું છે. હિન્દુસ્તાનનો મુસલમાન શહેરમાં રહે છે, શહેરી છે, શહેર બંધ કરો.
આ પહેલા અલીગઢના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) આકાશ કુલહરિએ જણાવ્યું હતું કે, શરજિલ ઇમામની ધરપકડ માટે પોલીસની બે ટીમોને લગાડવામાં આવી છે. અમે દિલ્હી પોલીસ અને બિહાર પોલીસની સાથે કોર્ડિનેશન કરી રહ્યાં છીએ, શરજિલની ઝડપથી ધરપકડ કરવામાં આવશે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube