કોંગ્રેસે મોદીને મોકલી બંધારણની કોપી, વડાપ્રધાને આપવા પડશે 170 રૂપિયા


કોંગ્રેસે વડાપ્રધાનને બંધારણની કોપી મોકલવાની રશીદને શેર કરતા ટ્વીટ કર્યું, 'પ્રિય વડાપ્રધાન, તમારા સુધી બંધારણ ઝડપથી પહોંચી રહ્યું છે. તમને દેશના વિભાજન કરવામાંથી સમય મળે તો મહેરબાની કરીને તેને વાંચો.'

કોંગ્રેસે મોદીને મોકલી બંધારણની કોપી, વડાપ્રધાને આપવા પડશે 170 રૂપિયા

નવી દિલ્હીઃ કોંગ્રેસે દેશના 71માં ગણતંત્ર દિવસના અવસર પર રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બંધારણની કોપી મોકલી અને કટાક્ષ કરતા કહ્યું કે, જો તેમને 'દેશને વિભાજીત' કરવામાંથી સમય મળી જાય તો આને વાંચો. મુખ્ય વિપક્ષી પાર્ટીના સોશિયલ મીડિયા વિભાગના પ્રમુખ રોહન ગુપ્તા અનુસાર એમેઝોનના માધ્યમથી વડાપ્રધાનને બંધારણની કોપી મોકલવામાં આવી છે. તેની કિંમત 170 રૂપિયા છે અને પેમેન્ટ મોડ 'પે ઓન ડિલિવરી' છે એટલે કે પ્રાપ્તકર્તાએ પૈસા આપવા પડશે. આ કોપીને કેન્દ્રીય સચિવાલયના સરનામા પર મોકલવામાં આવી છે. 

કોંગ્રેસે વડાપ્રધાનને બંધારણની કોપી મોકલવાની રશીદને શેર કરતા ટ્વીટ કર્યું, 'પ્રિય વડાપ્રધાન, તમારા સુધી બંધારણ ઝડપથી પહોંચી રહ્યું છે. તમને દેશના વિભાજન કરવામાંથી સમય મળે તો મહેરબાની કરીને તેને વાંચો.' વિપક્ષી પાર્ટીએ સીએએ કાયદાને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે. 

The Constitution is reaching you soon. When you get time off from dividing the country, please do read it.

Regards,
Congress. pic.twitter.com/zSh957wHSj

— Congress (@INCIndia) January 26, 2020

કોંગ્રેસે કહ્યું, 'ભાજપને તે સમજાતું નથી કે તમામ નાગરિકોને બંધારણના અનુચ્છેદ 14 હેઠળ કાયદાને લઈને સમાનતા હાસિલ છે. સીએએમાં આ અનુચ્છેદનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.' કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલા અને ઘણા અન્ય વરિષ્ઠ નેતાઓએ દેશવાસિઓને ગણતંત્ર દિવસની શુભકામનાઓ આપી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news